જેલમાં 'આમ આદમી'નું ખાસ ભોજન! મસાજની મજા બાદ જેલમાં જલસાનો બીજો વીડિયો આવ્યો સામે

આ પહેલાં દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરાવી રહ્યા છે. EDએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIPટ્રીટમેન્ટ મળી રહી છે. ત્યાર બાદ જેલમાં જલસાનો વધુ એક વીડિયો થયો વાયરલ...

જેલમાં 'આમ આદમી'નું ખાસ ભોજન! મસાજની મજા બાદ જેલમાં જલસાનો બીજો વીડિયો આવ્યો સામે

નવી દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં હાલ રાજકીય ગરમાવો છે. ત્યારે કેજરીવાલની સરકારના પૂર્વ મંત્રીના એક બાદ એક જેલમાં જલસાના વીડિયો સામે આવતો ચૂંટણીમાં ગરમાવો વધી ગયો છે. દિલ્હીના આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી અને કેજરીવાલના એક સમયના મિત્ર કહેવાતા સત્યેન્દ્ર જૈન હાલ જેલમાં છે. દિલ્હીની તિહાડ જેલમાં તેઓ સજા કાપી રહ્યાં છે પણ જેલમાં ઠાઠમાઠ તો જુઓ. જેલમાં પહેલાં મસાજ અને ત્યાર બાદ શાહી ભોજનનો સ્વાદ માણતા જોવા મળ્યાં સત્યેન્દ્ર જૈન. 
 

No description available.

જેલમાં મસાજની મજા માણતા કેજરીવાલના મંત્રીનો પહેલાં વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ હવે જેલમાં શાહી ભોજનનો સ્વાદ માણસો વીડિયો સામે આવતા હડકંપ મચી હયો છે. જ્યાં બીજા કેદીઓ જેલમાં સજા કાપી રહ્યાં છે. ત્યાં આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં બેસીને જલસા કરે છે. તિહાડ જેલમાં તેમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોવાના ઘણાં પુરાવા સામે આવ્યાં છે.

મહત્વનું છે કે 19 નવેમ્બરે મની લોન્ડ્રીંગ સાથે જોડાયેલ કથિત કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો હતો. જેનાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તિહાજ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન જેલમાં શાનદાર જિંદગી વિતાવી રહ્યા છે અને માલિશ કરાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, સત્યેન્દ્ર જૈન જેલમાં જ મસાજનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ વીડિયો સામે આવતા જ  ભાજપે ફરી એક વાર આમ આદમી પાર્ટી પર પ્રહારો કરવાનું શરુ કરી દીધું છે.

 

ઉલ્લેખનીય છેકે, આ પહેલાં દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરાવી રહ્યા છે. EDએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIPટ્રીટમેન્ટ મળી રહી છે. EDએ કહ્યું હતું કે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને સત્યેન્દ્ર જૈન માટે દરરોજ તેમના ઘરેથી ભોજન મગાવવામાં આવે છે. તેમની પત્ની પૂનમ જૈન અવારનવાર સેલમાં તેમની મુલાકાત લે છે, જે ખોટું છે. તે કેસના અન્ય આરોપીઓ સાથે કલાકો સુધી તેની સેલમાં બેઠકો કરે છે. સત્યેન્દ્ર જૈન જેલમંત્રી હોવાનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news