Corona Update: કોરોનાના નવા કેસ વળી પાછા 40 હજારને પાર, કેરળમાં વાયરસનો હાહાકાર

ભારતમાં કોરોના વાયરસનો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે. નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

Corona Update: કોરોનાના નવા કેસ વળી પાછા 40 હજારને પાર, કેરળમાં વાયરસનો હાહાકાર

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે. નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 43 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 338 લોકોના કોરોનાથી મોત થયા છે. 

છેલ્લા બે દિવસમાં ઝડપથી વધ્યા કેસ
દેશમાં છેલ્લા 2 દિવસમાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે દેશભરમાંથી 31222 નવા કેસ નોંધાયા હતા. તેના પછીના દિવસે એટલે કે બુધવારે 37875 કેસ નોંધાયા હતા અને આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 43,263 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3,31,39,981 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,93,614 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 

24 કલાકમાં 40,567 દર્દીઓ સાજા થયા, 338 ના મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 40,567 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,23,04,618 થઈ છે. એક દિવસમાં કોરોનાથી 338 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,41,749 થયો છે. 

Total cases: 3,31,39,981
Active cases: 3,93,614
Total recoveries: 3,23,04,618
Death toll: 4,41,749

Total vaccinations: 71,65,97,428 (86,51,701 in last 24 hrs) pic.twitter.com/u9pEV1CyRG

— ANI (@ANI) September 9, 2021

70 ટકા કેસ કેરળમાં નોંધાયા
આંકડા જોઈએ તો દેશભરમાં કોરોનાના જે નવા કેસ નોંધાયા છે તેમાંથી મોટાભાગના કેસ કેરળમાં નોંધાયા છે. કેરળના સ્વાસ્થ્ય વિભાગ તરફથી બુધવારે બહાર પડેલા આંકડા મુજબ રાજ્યમાં કોવિડ-19ના 30196 કેસ નોંધાયા છે. જ્યારે 181 લોકોના એક જ દિવસમાં કોરોનાથી મોત થયા છે. 

71 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા
કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા બહાર પડેલા આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના કુલ 71,65,97,428 ડોઝ  આપવામાં આવ્યા છે. જેમાંથી 86,51,701 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news