Corona Update: ઘટતા કેમ નથી કોરોનાના કેસ? છેલ્લા 24 કલાકમાં આટલા નવા દર્દીઓ નોંધાયા
એક્ટિવ કેસ ફરીથી 4 લાખને પાર ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ વળી પાછા 40 હજાર ઉપર આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ ફરીથી 4 લાખને પાર ગયા છે.
એક દિવસમાં 42 હજારથી વધુ નવા કેસ
આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42,766 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ હવે એક્ટિવ કેસની સંખ્યા ફરીથી 4 લાખને પાર કરીને 4,10,048 પર પહોંચી ગઈ છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.42% છે. દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા હવે 3 કરોડ 29 લાખ 88 હજાર 673 થઈ ગઈ છે. છેલ્લા પાંચ દિવસથી સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રોજ 40 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેરળમાં નોંધાયા 29 હજારથી વધુ કેસ
દેશભરમાંથી જે 42,766 દર્દીઓ નોંધાયા છે તેમાંથી એકલા કેરળમાં 29,682 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી 142 લોકોના મોત પણ થયા છે.
COVID19 | Of 42,766 new cases reported in India in the last 24 hours, Kerala recorded 29,682 COVID positive cases yesterday. The state also reported 142 deaths yesterday.
— ANI (@ANI) September 5, 2021
કોરોનાથી એક દિવસમાં 308 લોકોના મોત
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 308 લોકોના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,40,533 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4,10,048 છે જે કુલ કેસના 1.24 ટકા છે.
ભારતમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.62 ટકા થયો છે જે છેલ્લા 72 દિવસથી 3 ટકાથી નીચે જળવાઈ રહ્યો છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ પણ 2.45 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના કુલ 68.46 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે