Corona Update: દેશમાં કોરોનાના નવા 37 હજારથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 724 લોકોના મોત

. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે 724 લોકોના મોત થયા છે. તેની સામે 39 હજારથી વધુ દર્દીઓ રિકવર પણ થયા છે. 

Corona Update: દેશમાં કોરોનાના નવા 37 હજારથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 724 લોકોના મોત

નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે 724 લોકોના મોત થયા છે. તેની સામે 39 હજારથી વધુ દર્દીઓ રિકવર પણ થયા છે. 

એક દિવસમાં 37 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37,154 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,08,74,376 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 39,649 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 3,00,14,713 થઈ છે. 

Total cases: 3,08,74,376
Total recoveries: 3,00,14,713
Active cases: 4,50,899
Death toll: 4,08,764

Total vaccinated:37,73,52,501 (12,35,287 in last 24 hrs) pic.twitter.com/33XCllf6yV

— ANI (@ANI) July 12, 2021

24 કલાકમાં 724 લોકોના મોત
કોરોનાએ 24 કલાકમાં દેશભરમાંથી 724 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોની થયેલા મોતનો કુલ આંકડો હવે 4,08,764 પર પહોંચી ગયો છે. 

— ANI (@ANI) July 12, 2021

રસીના 12 લાખથી વધુ ડોઝ અપાયા, રિકવરી રેટ 97 ટકા ઉપર
હાલ રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં રસીના કુલ 12,35,287 ડોઝ અપાયા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા 37,73,52,501 પર પહોંચી છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.22% થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news