Covid-19 Update: કોરોનાના કેસ ઘટ્યા પણ મૃત્યુનો આંકડો ચિંતાજનક, જાણો લેટેસ્ટ અપડેટ

કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરનું તાંડવ દેશભરમાં ચાલુ છે અને રોજે રોજ લગભગ 4 હજાર જેટલા લોકો આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

Covid-19 Update: કોરોનાના કેસ ઘટ્યા પણ મૃત્યુનો આંકડો ચિંતાજનક, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરનું તાંડવ દેશભરમાં ચાલુ છે અને રોજે રોજ લગભગ 4 હજાર જેટલા લોકો આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોવિડ-19ના નવા કેસમાં થોડો ઘટાડો જરૂર થયો છે પરંતુ મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.43 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 4000 લોકોના મૃત્યુ થયા છે. 

દેશભરમાંથી એક દિવસમાં 3.43 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા 3,43,144 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,40,46,809 પર પહોંચ્યો છે. જેમાંથી 2,00,79,599 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાને માત આપીને એક દિવસમાં 3,44,776 લોકો રિકવર થયા. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 4000 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,62,317 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 37,04,893 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 2,40,46,809
Total discharges: 2,00,79,599
Death toll: 2,62,317

Active cases: 37,04,893

Total vaccination: 17,92,98,584 pic.twitter.com/rLz1Fvz1Oa

— ANI (@ANI) May 14, 2021

ગુરુવારે 18 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલે ગુરુવારે સમગ્ર દેશમા કોરોનાના 18,75,515 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો 31,13,24,100 પર પહોંચી ગયો છે. 

ગુજરાતમાં મોતનો આંકડો ઘટ્યો
રાજ્ય આરોગ્ય વિભાગે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં રાજ્યભરમાંથી કોરોનાના નવા 10,742 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 15,269 દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી 109 દર્દીઓએ જીવ ગુમાવ્યા. 

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 42 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 42582 કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 850 લોકોએ કોરોનાથી જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ અગાઉ રાજ્યમાં બુધવારે કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે 816 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાનો મૃત્યુદર 1.5 ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 17.36 ટકા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 54535 દર્દીઓ રિકવર થયા છે. ત્યારબાદ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 88.34 ટકા પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news