Corona Update: દેશમાં કોરોનાના 33 હજારથી વધુ નવા કેસ, જાણો લેટેસ્ટ સ્થિતિ

દેશમાં કોરોના વાયરસના કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં 22.5 ટકાનો ઉછાળો નોંધાયો છે.

Corona Update: દેશમાં કોરોનાના 33 હજારથી વધુ નવા કેસ, જાણો લેટેસ્ટ સ્થિતિ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં 22.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 33 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 123 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે. 

એક દિવસમાં 33 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33,750 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 10,846 કોરોના દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી 123 દર્દીઓના જીવ ગયા છે. હાલ દેશમાં 1,45,582 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે કુલ 3,42,95,407 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાથી મૃત્યુઆંક 4,81,893 પર પહોંચ્યો છે. 

કિશોરો માટે રસીકરણ આજથી શરૂ
દેશમાં કોરોનાને માત આપવા માટે પૂરજોશમાં રસીકરણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,45,68,89,306 ડોઝ અપાયા છે. આજથી 15થી 18 વર્ષની વયના માટે પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. ભારત બાયોટેકની કોવેક્સીન બાળકોને અપાઈ રહી છે. કોવિન એપ પર રસી માટે આજે સવાર સુધીમાં 8 લાખથી વધુ કિશોર-કિશોરીઓએ રજિસ્ટ્રેશન કરાવેલું છે. 

Active cases: 1,45,582
Total recoveries: 3,42,95,407
Death toll: 4,81,893

Total vaccination: 1,45,68,89,306 pic.twitter.com/L3NUkNZoFt

— ANI (@ANI) January 3, 2022

ગુજરાતમાં પણ રસીકરણ શરૂ
ગુજરાતમાં પણ કિશોર વયનાને રસી અપાઈ રહી છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે 7.30 કલાકે રાજ્યવ્યાપી વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર નજીકના કોબા નજીક આવેલી જી.ડી.એમ કોબાવાલા હાઇસ્કુલથી રાજ્યવ્યાપી વેકસીનેશનની શરૂઆત કરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગર ના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો. 

મુખ્યમંત્રી સવારે શાળામાં પહોંચ્યા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,ધારાસભ્ય શંભૂજી , આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news