શું ભારતને પણ કોરોના વાયરસની રસી આશા ઓછી? સમજો PM Modi ના સંકેત

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે દેશના નામે સંબોધનમાં કહ્યું કે લોકડાઉન 4 જલદી શરૂ થશે. પરંતુ આ દરમિયાન તેમણે બે મુખ્ય નિયમોનો ઉલ્લેખ કર્યો છે જેની સાથે આપણે જીવવાની આદત પાડવી પડશે.

શું ભારતને પણ કોરોના વાયરસની રસી આશા ઓછી? સમજો PM Modi ના સંકેત

નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે દેશના નામે સંબોધનમાં કહ્યું કે લોકડાઉન 4 જલદી શરૂ થશે. પરંતુ આ દરમિયાન તેમણે બે મુખ્ય નિયમોનો ઉલ્લેખ કર્યો છે જેની સાથે આપણે જીવવાની આદત પાડવી પડશે. પહેલું- માસ્ક પહેરવું ફરિયાત હશે અને બીજું બે મીટરના અંતરનું પાલન કરવું પડશે. પરંતુ આ બએ નિયમ આ વાત તરફ પણ ઇશારો કરે છે કદાચ કોરોના વાયરસની રસી હાલ તૈયાર થવાની આશા ઓછી છે. 

શું છે બે નિયમોનો રસી સાથે સંબંધ
જોકે દુનિયાભરના વૈજ્ઞાનિકો મહિનાથી પ્રયત્ન કર્યા બાદ પણ કોરોના વાયરસની એક રસી તૈયાર કરી શકતા નથી. WHO અને દુનિયાના તમામ મોટા વૈજ્ઞાનિક હવે માનવા લાગ્યા છે કે કદાચ આગામી સમયમાં આપણે રસી આશા બદલે આ વાયરસ સાથે જીવવાની આદત નાખવી પડશે. તાજેતરમાં જ WHO એ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હવે દુનિયાને આ વાયરસ સાથે જીવવાની આદત પાડવી પડશે. ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એડ્સ અને ડેગ્યૂં જેવી મહામારીની પણ અત્યાર સુધી સારવાર મળી શકી છે. કોરોના પણ એવો જ વાયરસ હોઇ શકે છે. 

ભારતીય ડોક્ટર પણ આપી ચૂક્યા છે સંકેત
તાજેતરમાં જ ઇન્ડિયા ઇંસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇસન્સ (એમ્સ)ના નિર્દેશક રણદિપ ગુલેરિયાએ કહ્યું કે આપણે હવે કોરોના વાયરસ સાતેહ જીવવાની આદત પાડવી પડશે. જાણકારોનું કહેવું છે કે ભારતીય વૈજ્ઞાનિક અને ડોક્ટર પણ માનવા લાગ્યા છે કે કોરોના વાયરસની રસી નજીકના ભવિષ્યમાં તૈયાર થઇ શકશે નહી. એવામાં હવે બચાવ જ એકમાત્ર ઉપાય છે.  

વિશેષજ્ઞોનું કહેવું છે કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વાતને સારી રીતે જાણે છે કે લોકડાઉન લાંબા સમય સુધી લાગૂ કરી ન શકાય. જેથી હવે બચાવના કેટલાક નિયમો સાથે લોકડાઉનમાં ધીમે ધીરે રાહત આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news