ડ્યૂટી પર CRPF જવાનનું નિધન થશે તો પરિવારજનોને મળશે 35 લાખ, સરકારે આપી મંજૂરી
આ પહેલા સીઆરપીએફમાં આ રિસ્ક ફંડ સાડા 21 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા વચ્ચે હતું, જે ડાયરેક્ટોરેટ જનરલ તરફથી નક્કી કરવામાં આવતું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ડ્યૂટી દરમિયાન જો કોઈ સીઆરપીએફ જવાનનું નિધન થાય તો તેના પરિવારજનોને હવે 21.5 લાખની જગ્યાએ 35 લાખ રૂપિયાની આર્થિક મદદ મળશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી આ નિર્ણયની જાણકારી આપી છે. વિભાગે જવાનો સાથે જોડાયેલા અન્ય મામલામાં પણ મહત્વના નિર્ણયો લીધા છે.
અન્ય મામલામાં જોખમ નિધિને સંશોધિત કરી 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. શહીદ થનાર જવાનની પુત્રી કે બહેનના લગ્ન માટે આર્થિક સહાય વધારીને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
CRPF has revised risk fund for personnel killed during action from Rs 21.5 lakhs to 35 lakhs. In other cases, the risk fund revised to Rs 25 lakhs. Financial assistance for marriage of daughter or sister of deceased Force personnel increased to Rs 1 lakh: Senior CRPF official
— ANI (@ANI) November 24, 2021
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના બધા જવાનોના પરિવારને મળનાર આર્થિક સહાયતાની રકમ નવેમ્બર મહિનાથી વધારવાની તૈયારી પહેલાથી ચાલી રહી હતી. ગૃહ મંત્રાલયે આ રકમને વધારીને 35 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ પહેલા સીઆરપીએફમાં આ રિસ્ક ફંડ સાડા 21 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા વચ્ચે હતું, જે ડાયરેક્ટોરેટ જનરલ તરફથી નક્કી કરવામાં આવતું હતું. આ રીતે એરપોર્ટ પર તૈનાત સીઆરપીએફના શહીદ જવાનોના પરિવાર માટે રિસ્ક ફંડ 15 લાખ રૂપિયા હતું. ભારત-ચીનની સરહદ પર સુરક્ષા કરનાર આઈટીબીપીના કોઈ જવાન ડ્યૂટી પર શહીદ થાય તો આ રકમ 25 લાખ રૂપિયા હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે