આપોઆપ સાજા થઈ ગયા કોરોનાના અનેક દર્દીઓ? ICMRના સર્વેમાં જાણવા મળ્યું

દેશની વસ્તીનો એક મોટો ભાગ કોરોના વાયરસ (Corona virus)ના ઈન્ફેક્શન બાદ આપોઆપ સાજો થઈ ગયો છે. આ વાત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક તાજા સર્વેમાં બહાર આવી છે. વસ્તીની અંદર કોરોનાની પહોંચ અને અસરની ભાળ મેળવવા માટે આ સીરોલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. અંગ્રેજી અખબાર ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસે અધિકારીઓના હવાલે રિપોર્ટના પ્રાથમિક પરિણામો પ્રકાશિત કર્યા છે. હોટસ્પોટ વિસ્તારોની એક તૃતિયાંશ વસ્તીમાં સંક્રમણ ફેલાયું હતું. આ દર્દીઓ આપોઆપ રિકવર થઈ ગયાં. તેમના શરીરમાંથી એન્ટીબોડીઝ મળી છે. સર્વેના પ્રાથમિક રિપોર્ટ કેબિનેટ સચીવ અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે શેર કરાયા છે. 
આપોઆપ સાજા થઈ ગયા કોરોનાના અનેક દર્દીઓ? ICMRના સર્વેમાં જાણવા મળ્યું

નવી દિલ્હી: દેશની વસ્તીનો એક મોટો ભાગ કોરોના વાયરસ (Corona virus)ના ઈન્ફેક્શન બાદ આપોઆપ સાજો થઈ ગયો છે. આ વાત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક તાજા સર્વેમાં બહાર આવી છે. વસ્તીની અંદર કોરોનાની પહોંચ અને અસરની ભાળ મેળવવા માટે આ સીરોલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. અંગ્રેજી અખબાર ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસે અધિકારીઓના હવાલે રિપોર્ટના પ્રાથમિક પરિણામો પ્રકાશિત કર્યા છે. હોટસ્પોટ વિસ્તારોની એક તૃતિયાંશ વસ્તીમાં સંક્રમણ ફેલાયું હતું. આ દર્દીઓ આપોઆપ રિકવર થઈ ગયાં. તેમના શરીરમાંથી એન્ટીબોડીઝ મળી છે. સર્વેના પ્રાથમિક રિપોર્ટ કેબિનેટ સચીવ અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે શેર કરાયા છે. 

બ્લડ સીરમમાં હતી એન્ટીબોડીઝ
ICMRના સીરોલોજિકલ સર્વેમાં દેશના 70 જિલ્લાઓમાંથી લગભગ 24 હજાર લોકોના સેમ્પલ લેવાયા હતાં. સીરોસર્વેમાં ખાસ એન્ટીબોડીઝની ઓળખ માટે બ્લડ સેમ્પલ લેવાય છે. આ વખતે ટેસ્ટ IgG એન્ટીબોડીઝની ભાળ મેળવવાનો હતો જે SARS-CoV-2 સામે લડે છે. તે ઈન્ફેક્શનના 14 દિવસ બાદ શરીરમાં મળવા લાગે છે અને મહીનાઓ સુધી બ્લડ સીરમમાં રહે છે. ICMRએ જાણ્યું કે હાઈ કેસલોડવાળા અનેક કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં 15થી 30 ટકા વસ્તીને ઈન્ફેક્શન થઈ ચૂક્યુ છે. 

આંકડા કોરોનાની અસલ તસવીર નથી બતાવતા
ICMRએ હજુ 8 જિલ્લાઓના ડેટાને કમ્પાઈલ કરવાનો બાકી છે. બાકીના જિલ્લાઓના ડેટા બતાવે છે કે અનેક કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં ઈન્ફેક્શન સાઈઝ ત્યાં મળેલા કેસથી 100 ગણાથી 200 ગણા વધારે છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, અને ઈન્દોર જેવા શહેરો છે. એટલે કે જે કેસ રિપોર્ટ થાય છે તેના કરતા કોરોના ખરેખર જોવા જઈએ તો વધુ લોકોમાં ફેલાયેલો છે. ICMRનો રિપોર્ટ કહે છે કે ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં વાયરસનો પ્રસાર ઓછો રહ્યો છે. 

શું છે આ સીરો સર્વે કે એન્ટીબોડી ટેસ્ટ?
બ્લડ સેમ્પલનો એન્ટીબોડી ટેસ્ટ અત્યંત મહત્વની જાણકારી આપે છે. તેનાથી શરીરમાં એન્ટીબોડીઝની જાણ થાય છે, જે દર્શાવે છે કે તમે વાયરસનો ભોગ બન્યા હતાં કે નહીં. એન્ટીબોડીઝ હકીકતમાં એક એવું પ્રોટીન છે જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. સીરો સર્વે માટે પૂણેની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)એ બનાવેલી કોવિડ કવચ એલિસા કિટ્સનો ઉપયોગ થયો છે. 

જુઓ LIVE TV

કયા વિસ્તારોમા થયા ટેસ્ટ?
આ ટેસ્ટ મહારાષ્ટ્રના બીડ, નાંદેડ, પરભણી, જળગાંવ, અહેમદનગર, સાંગલી, ગુજરાતના મહિસાગર, નર્મદા, સાબરકાંઠા, કેરળના પલક્કડ, એર્નાકુલમ, થ્રિસુર, રાજસ્થાનના દૌસા, જાલોર, રાજસમંદ, યુપીના અમરોહા, સહારનપુર, ગૌતમબુદ્ધ નગર, બરેલી, બલરામપુર, મઉ, ઔરૈયા, ગૌંડા, ઉન્નાવ, પશ્ચિમ બંગાળના અલીપુર દ્વાર, બાંકુડા, ઝારગ્રામ, 24 પરગણા દક્ષિણી, મેદિનીપુર ઈસ્ટ, કોલકાતા, આસામમાં ઉદલગુરી, કામરૂપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ, આધ્ર પ્રદેશમાં કૃષ્ણા, નેલ્લોર, વિજયનગરમ, બિહારમાં મઝફ્ફરનગર, પૂર્ણિયા, બેગુસરાય, મધુબની, અરવલ, બક્સર, છત્તીસગઢમાં બીજાપુર, કબીરધામ, સરગુજા, એમપીમાં ઉ્જજૈન, દેવાસ, ગ્વાલિયર, પંજાબમાં બે જિલ્લા ગુરુદાસપુર અને જાલંધર, ઉત્તરાખંડમાં પૌઢી ગઢવાલ, હરિયાણામાં કુરુક્ષેત્ર, જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા અને હિમાચલ પ્રદેશમાં કુલ્લુ જિલ્લામાથી સેમ્પલ કલેક્ટ કરાયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news