ભાગેડુ Zakir Naik પર સકંજો કસાશે, સરકાર મોટી કાર્યવાહી કરશે

ભાગેડુ ઝાકિર નાઈક (Zakir Naik) ના પીસ ટીવી મોબાઈલ એપ (peace TV mobile app), પીસ ટીવી નામથી યુટ્યૂબ ચેનલ અને ફેસબુક પેજ પર સકંજો કસવાની તૈયારી થઈ છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ Peace TV પર પ્રતિબંધ મૂકાયા બાદ ઝાકિર નાઈક દેશના યુવાઓને કટ્ટરપંથી બનાવીને જેહાદી બનાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે. આઈબીએ ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં આ મોટો ખુલાસો  થયો છે. 
ભાગેડુ Zakir Naik પર સકંજો કસાશે, સરકાર મોટી કાર્યવાહી કરશે

નવી દિલ્હી: ભાગેડુ ઝાકિર નાઈક (Zakir Naik) ના પીસ ટીવી મોબાઈલ એપ (peace TV mobile app), પીસ ટીવી નામથી યુટ્યૂબ ચેનલ અને ફેસબુક પેજ પર સકંજો કસવાની તૈયારી થઈ છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ Peace TV પર પ્રતિબંધ મૂકાયા બાદ ઝાકિર નાઈક દેશના યુવાઓને કટ્ટરપંથી બનાવીને જેહાદી બનાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે. આઈબીએ ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં આ મોટો ખુલાસો  થયો છે. 

ગૃહ મંત્રાલય દ્વારા પીસ ટીવી પર પ્રતિબંધ મૂકાયા બાદ ઝાકિર નાઈક સુરક્ષા એજન્સીઓથી બચવા માટે પીસ ટીવી મોબાઈલ એપ અને સોશિયલ મીડિયા દ્વારા ભડકાઉ વીડિયો અપલોડ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાલમાં જ ગૃહ મંત્રાલયમાં IB, NIA અને અન્ય ઈન્ટેલિજન્સ એજન્સીઓની મીટિંગ થઈ હતી. જેમાં ઝાકિર નાઈકના આ પ્રકારના વીડિયોને દેશના સાંપ્રદાયિક વાતાવરણ માટે જોખમ ગણાવાયા હતાં. 

ઝાકિર નાઈકે હાલમાં જ યુટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે ભારતમાં 60 ટકાથી ઓછા હિન્દુ છે, આથી આવામાં તમામ મુસલમાનોએ ભેગા થવું જોઈએ અને પોતાના નેતાઓ અને પાર્ટીઓને જીતાડવા જોઈએ. આ મામલે નજર રાખી  રહેલા અધિકારીઓએ ઝી મીડિયાને જાણકારી આપી છે કે તેમણે  MeitY ( Ministry of Electronics and information technology) ને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news