કારગીલમાં હીરો રહેલી ગોલ્ડન એરો સ્કવોર્ડનને રાફેલની કમાન સોંપવામાં આવશે
અંબાલા એરબેશમાં મંગળવારે વાયુસેનાએ (IAF) પોતાની ગોલ્ડન એરો સ્કવોર્ડન (Golden Arrows Squadron) ને રફાલ ફાઇટર જેટ (Rafale fighter jet) ની પહેલી સ્કવોડ્રન માટે તૈયારી ચાલુ કરી દીધી છે.
Trending Photos
અંબાલા : અંબાલા એરબેશમાં મંગળવારે વાયુસેનાએ (IAF) પોતાની ગોલ્ડન એરો સ્કવોર્ડન (Golden Arrows Squadron) ને રફાલ ફાઇટર જેટ (Rafale fighter jet) ની પહેલી સ્કવોડ્રન માટે તૈયારી ચાલુ કરી દીધી છે. અંબાલા એરબેઝ પર રેજરેક્શન સેરેમનીમાં વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ બીએસ ધનોવાએ ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહને એક મેમોંટો મોકલી દીધું. વાયુસેનાની 17 નંબર સ્કવોર્ડન એટલે કે ગોલ્ડેન એરોને દેશમાં રફાલની પહેલી સ્કવોડ્રન હોવાનું ગૌરવ મળશે.
સંભાવના છે કે ઓક્ટોબરમાં વાયુસેના રફાલની પહેલી ખેપ ફ્રાંસમાં મળશે. ચર્ચા છે કે સમારંભ 8 ઓક્ટોબરના રોજ થશે જે વાયુસેના દિવસ પણ છે અને દશેરા પણ છે. વાયુસેનાને કુલ 36 રફાલ ફાઇટર એરક્રાફ્ટ મળશે જેમાંથી બે સ્કવોર્ડન બનાવવામાં આવશે. પહેલી સ્કવોર્ડન અંબાલામાં અને બીજાને પુર્વમાં હાશીમારા એરબેઝ પર તહેનાત કરવાની સંભાવના છે.
માંએ પડખુ ફેરવ્યું અને શ્વાસ રૂંધાતા 3 મહિનાની બાળકીનું દબાવાથી મોત
ગોલ્ડન એરો સ્કવોર્ડનનાં 1951 માં અંબાલામાં જ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સમયે તેને હાવર્ડ એરક્રાફ્ટથી લેસ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વેંપાયર એક્રાફ્ટ આપવામાં આવ્યા હતા. 1975માં તેને તે સમયે સૌથી આધુનિક મિગ-21 એરક્રાફ્ટ આપવામાં આવ્યું જે અત્યાર સુધી આ સ્કવોર્ડનની શાન રહ્યું હતું. ગોલ્ડન એરોએ 1965 અને 1971માં યુદ્ધોમાં પોતાની શક્તિ દેખાડી હતી. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન આ સ્કવોર્ડન ભટિંડામાં ફરજ પર હતી. વાયુસેનાએ કારગિલમાં પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડવા માટે ઓપરેશન સફેદ સાગર લોંચ કર્યું હતું.
UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે
ગોલ્ડ એરો સૌથી પહેલા લડાઇમાં જોડાનારી સ્કવોર્ડન પૈકી એક હતી. 27 મેનાં બટાલિકમાં આ પાકિસ્તાની ઘુસણખોરોનાં મથકોનો સર્વનાશ કર્યો હતો. જો કે તેમાં સ્કવોર્ડન લીડર અજય આહુજાનું મિગ 21 એરક્રાફ્ટ ઘુસણખોરોની મિસાઇલનું શિકાર બની ગયું. તેમનું વિમાન પાકિસ્તાનનાં કબ્જાવાળા પાકિસ્તાનમાં જઇ પડ્યું. આહુજા જીવીત પકાયા. તેમને યાતનાઓ આપવામાં આવી માર મારવામાં આવ્યો. જો કે સ્કવોર્ડને પોતાનાં હુમલા ચાલુ રાખ્યા અને પાકિસ્તાનની કમર તોડી નાખી. વર્તમાન વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ ધનોવા તે સમયે તે સ્કવોર્ડનનાં કમાન્ડિંગ ઓફીસર હતા.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો: દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહે છોટી પાર્ટી
અંબાલામાં રફાલ માટે જરૂરી એક્રાફ્ટનું નિર્માણ ચાલુ થઇ ચુક્યું છે. આ સ્કવોર્ડન અધિકારી ફ્રાંસમાં રફાલ સાથે ટ્રેનિંગ કરવાનું ચાલુ કરવાનાં છે. રફાલને ભારત લાવતા પહેલા તેના પર પાયલોટ અને ગ્રાઉન્ડ સ્ટાફની લાંબી ટ્રેનિંગ થશે જેથી તેની ટેક્નીકથી તેઓ પરિચિત થઇ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે