BJPના આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન, 'ચૂંટણી તો ગાઝીપુરથી જ લડીશ, ટિકિટ ન મળી તો...'
વારાણસી પહોંચેલા રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે આ વર્ષે થનારી લોકસભા ચૂંટણી તેઓ ગાઝીપુરથી લડશે
Trending Photos
વારાણસી: વારાણસી પહોંચેલા રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે આ વર્ષે થનારી લોકસભા ચૂંટણી તેઓ ગાઝીપુરથી લડશે. જો તેમને ગાઝીપુરથી ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળી તો તેઓ ચૂંટણી જ નહીં લડે. તેમણે કહ્યું કે અમે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી હાર્યા અને કોંગ્રેસ જીતી છે પરંતુ લોકસભા ચૂંટણીની વાત અલગ છે. જનતા એકવાર ફરીથી પીએમ ખુરશી પર નરેન્દ્ર મોદીને બેસાડશે. ભાજપ સપા-બસપા ગઠબંધનથી ડરતો નથી.
વારાણસી સ્થિત ભાજપ કાર્યાલય પહોંચેલા રેલ રાજ્યમંત્રીએ પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણી તેઓ ગાઝીપુરથી જ લડશે. જો ગાઝીપુરથી ટિકિટ ન મળી તો તેઓ ચૂંટણી જ નહીં લડે. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદીના ચૂંટણી લડવાના સવાલ પર બોલતા મનોજ સિન્હાએ કહ્યું કે પીએમ મોદી વારાણસીમાં જીત્યા બાદ પૂર્વાંચલને જે વિકાસ કાર્યોનો લાભ મળ્યો તે આગળ પણ ચાલુ રહેશે.
રેલ રાજ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિકાસના પથ પર દેશને આગળ લાવી છે. જેનું પરિણામ એ આવ્યું કે વિશ્વમાં ભારતીય અર્થવ્યવસ્થાએ ફ્રાન્સને પાછળ છોડ્યું અને 6ઠ્ઠા સ્થાને પહોંચી ગઈ. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં 2019ની ચૂંટણીમાં ભાજપ જીત મેળવશે તો તે જલદી ઈંગ્લેન્ડને પાછળ છોડીને વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બની જશે.
હાલમાં જ ત્રણ રાજ્યોમાં મળેલી સજ્જડ હાર પર રેલ રાજ્યમંત્રીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ હાર્યો નથી પરંતુ ત્યાં કોંગ્રેસ જીતી છે. તેમણે કહ્યું કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીમાં અંતર હોય છે. જનતાએ મન બનાવી લીધુ છે કે એકવાર ફરીથી પીએમની ખુરશી પર નરેન્દ્ર મોદીને જ બેસાડશે.
સપા-બસપા ગઠબંધન પર મનોજ સિન્હાએ કહ્યું કે પૂર્વના ઉદાહરણો જોઈ લો તો ખબર પડશે કે આ વખતે પણ ગઠબંધન નિષ્ફળ જશે તે નક્કી છે. તેમણે કહ્યું કે બંગાળની દીદી હોય કે પછી યુપીની બહેન હોય, બધા જાણે છે કે ચૂંટણી બાદ આ બધા કઈ રીતે પોતાને તલવારો ખેંચી લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે