શરદ યાદવ પહેલા બોલ્યા: ‘વસુંધરાને આરામ આપો’, હવે કહ્યું: ‘માફી માગુ છું’
વસુંધરાએ રોષ વ્યક્ત કર્યા બાદ શરદ યાદવે કહ્યું છે કે, ‘મારો તેમની (વસુંધરા) સાથે ઘણો જુનો પારિવારિક સંબંધ છે. જો મારા શબ્દોથી તેમને દુ:ખ થયું હોય તો હું માફી માગુ છું. હું તેમને પત્ર પણ લખીશ.
Trending Photos
નવી દિલ્હી: વરિષ્ઠ રાજનેતા શરદ યાદવે તેમની કરેલી ટિપ્પણી પર માફી માગી છે, જેમાં તેમણે રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાના શારીરિક બનાવટ પર ટિપ્પણી કરી હતી. શરદ યાદવે કહ્યું હતું કે, ‘વસુંધરાને આરામ આપો, થાકી ગયા છે, ખૂબ જ જાડા બની ગયા છે,’ આ ટિપ્પણી પર વસુંધરાએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શરદ યાદવે મહિલાઓનું અપમાન કર્યું છે. ચૂંટણી કમિશને આ ટિપ્પણી પર કાર્યવાહી કરવી જોઇએ. વસુંધરાએ રોષ વ્યક્ત કર્યા બાદ શરદ યાદવે કહ્યું છે કે, ‘મારો તેમની (વસુંધરા) સાથે ઘણો જુનો પારિવારિક સંબંધ છે. જો મારા શબ્દોથી તેમને દુ:ખ થયું હોય તો હું માફી માગુ છું. હું તેમને પત્ર પણ લખીશ.’
આ પહેલા મુખ્યમંત્રી વસુંધરા રાજે શરદ યાદવની ટિપ્પણીને મહિલાઓનું અપમાન જણાવ્યું હતું અને કહ્યું હતું કે ચૂંટણી કમિશને આ ટિપ્પણી પર કાર્યવાહી કરવી જોઇએ. મુખ્યમંત્રી રાજે ઝાલાવાડમાં મતદાન કર્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી યાદવની ટિપ્પણીએ ‘તેમનું અને વિશેષ રીતથી મહિલાઓનું અપમાન કર્યું છે.’ તેમણે કહ્યું કે, ‘હું સંપૂર્ણપણે હતાશ થઇ ગઇ. મને નથી લાગતું કે આવા લાંબા અનુભવ અને અમારા પરિવારના નિકટના સંબંધીઓ સાથેના કોઈપણ નેતા તેમના ભાષણને અટકાવી શકશે નહીં. આથી વધારે ખરાબ વાત શું હોઇ શકે?.’
યાદવે અલવરમાં એક ચૂંટણી સભામાં કથિત રૂપથી કહ્યું હતું કે, ‘વસુંધરાને આરામ આપો, થાકી ગયા છે, ખૂબ જ જાડા બની ગયા છે,’ રાજે કહ્યું કે ચૂંટણી કમિશને આ ટિપ્પણી પર કાર્યવાહી કરવી જોઇએ. જેથી ખાતરી થઇ શકે કે ભવિષ્યમાં કોઇપણ આવી ભાષાનો ઉપયોગ ન કરી શકે. આ સાથે જ રાજે કહ્યું કે, આવી ભાષાથી યુવા પેઢીને કોઇ સારો સંદેશ પહોંચતો નથી. તેમણે કહ્યું કે, આ ભાષાનો તો કોઇ પણ ઉપયોગ કરી શકે છે પરંતુ ભાજપ નેતાઓના મોઢે સાંભળવા મળતી નથી. કોંગ્રેસ તેમજ તેમના સહયોગી દળના મોઢે જ સાંભળવા મળે છે.’
બીજા દળોની મહિલા નેતાઓએ પણ શરદની નિંદા કરી હતી
માકપા નેતા બૃંદા કરાતના વરિષ્ઠ સમાજવાદી નેતા શરદ યાદવે રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે કરેલી ટિપ્પણીને આપત્તિજનક જણાવતા કહ્યું હતું કે, યાદવે વસુંધરા રાજે પાસે માફી માંગવી જોઇએ. કરાતે શુક્રવારે કહ્યું હતું કે, શરદ યાદવ જેવા વરિષ્ટ નેતા દ્વારા રાજસ્થાનની મુખ્યમંત્રી માટે આ રીતની અપમાનજનક ટિપ્પણી આપવી ખુબ જ આપત્તિજનક છે. યાદવને તેમની ટિપ્પણી લઇ માફી માગવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે