HRD મંત્રાલયનું નામ બદલાયું, નવી શિક્ષણ નીતિને પણ મોદી કેબિનેટે આપી મંજૂરી 

માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને હવે શિક્ષણ મંત્રાલય કરી દેવાયું છે. આ નિર્ણય મોદી કેબિનેટની બેઠકમાં લેવાયો છે. આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દીધી છે. આ અંગે વિસ્તૃત જાણકારી સરકાર તરફથી સાંજે 4 વાગે થનારી કેબિનેટ બ્રિફિંગમાં અપાશે. 

HRD મંત્રાલયનું નામ બદલાયું, નવી શિક્ષણ નીતિને પણ મોદી કેબિનેટે આપી મંજૂરી 

નવી દિલ્હી: માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને હવે શિક્ષણ (Ministry of Education) મંત્રાલય કરી દેવાયું છે. આ નિર્ણય મોદી કેબિનેટની બેઠકમાં લેવાયો છે. આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દીધી છે. આ અંગે વિસ્તૃત જાણકારી સરકાર તરફથી સાંજે 4 વાગે થનારી કેબિનેટ બ્રિફિંગમાં અપાશે. 

નોંધનીય છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ રજુ કર્યો હતો કે મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. આ પ્રસ્તાવ પર મોદી કેબિનેટે મહોર લગાવી દીધી છે. આ સાથે જ નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દેવાઈ છે. હવે સમગ્ર ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટરી બોડી હશે જેથી કરીને શિક્ષણ ક્ષેત્રે અવ્યવસ્થાને ખતમ કરી શકાય. 

— ANI (@ANI) July 29, 2020

શિક્ષા મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટરી બોડી નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી ઓથોરિટી (NHERA) કે હાય એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા નક્કી કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ 1986માં કરવામાં આવ્યું અને 1992માં તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં હતાં. ત્રણ દાયકા બાદ કોઈ મોટા ફેરફાર થયા નથી. 

કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે ફેરફારની જરૂર છે. જેથી કરીને ભારત દુનિયામાં જ્ઞાનનો સુપરપાવર બની શકે. આ માટે બધાને સારી ગુણવત્તાનું શિક્ષણ આપવાની જરૂર છે. જેથી કરીને એક પ્રગતિશિલ અને ગતિમાન સમાજ બનાવી શકાય. 

શિક્ષણ મંત્રાલયનો પ્રાથમિક સ્તરે અપાતા શિક્ષણની ક્વોલિટી સુધારવા માટે એક નવો રાષ્ટ્રીય પાઠ્યક્રમનો ફ્રમવર્ક તૈયાર કરવા પર ભાર છે. આ ફ્રેમવર્કમાં અલગ અલગ ભાષાઓના જ્ઞાન, 21મી સદીના કૌશલ, કોર્સમાં ખેલ, કળા અને વાતાવરણ સંબધિત મુદ્દાઓ પણ સામેલ કરાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news