અભિનંદનને તન્વી સાથે થયો હતો પ્રેમ,બાળપણની ગર્લફ્રેંડ સાથે કર્યા લગ્ન

પાકિસ્તાનનાં F-16 ફાઇટર જેટને તોડી પાડનાર જાબાઝ અભિનંદનની પ્રેમથી લગ્નની કહાની પણ ખુબ જ રસપ્રદ છે

અભિનંદનને તન્વી સાથે થયો હતો પ્રેમ,બાળપણની ગર્લફ્રેંડ સાથે કર્યા લગ્ન

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન સતત ચર્ચામાં છે. અભિનંદન જ્યા સુધી દુશ્મનની ગિરફ્તમાં રહ્યા, દેશનાં કરોડો લોકો દર પળ તેમની સુરક્ષીત પરત ફરવાની દુવા કરતા રહ્યા. જો કે ઘણા ઓછા લોકો જાણે છે કે તેમની પત્ની પણ વાયુસેનામાં સ્કવોડ્રન લીડર રહી છે. 

ખાસ વાત છે કે, વાયુસેનામાં સ્કવોડ્રન લીડર રહેલી તન્વી બાળપણથી અભિનંદનની ગર્લફ્રેંડ રહી છે. ભાષા અનુસાર શાળાના શિક્ષણ પુર્ણ કર્યા બાદ બંન્નેએ માઇક્રોબાયોલોજીમાં એક સાથે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ બંન્નેએ લગ્ન કરી લીધા હતા. અભિનંદન અને ત્નવીનાં બે બાળકો છે. 

21 જુન, 1983નાં રોજ જન્મેલા અભિનંદનના પિતા સિંહકુટ્ટી વર્તમાન પણ પાયલોટ રહ્યા છે. તેઓ મિગ 21 ઉડી ચુક્યા છે. પાંચ વર્ષ પહેલા જ સેવાનિવૃત થયેલા અભિનંદનના પિતા દેશનાં તે પસંદગીના પાયલોટો પૈકી એક છે, જેમની પાસે 4000 કલાકથી વધારે ઉડ્યન કરવાનો તથા 40 પ્રકારનાં વિમાન ઉડાવવાનો અનુભવ છે. 

અભિનંદનના પિતા કારગીલ યુદ્ધ દરમિયાન વાયુસેનાના મિરાઝ સ્કવોડ્રનનાં ચીફ ઓપરેશન્સ ઓફીસર હતા. અભિનંદનનાં દાદા પણ ભારતીય વાયુસેનામાં રહી ચુક્યા છે. અભિનંદનનાં માં ડૉ. શોભા વર્તમાન મફતમાં સમગ્ર વિશ્વમાં ચિકિત્સા આપતા સ્વયં સેવકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનંદન ભારતમાં MIG-21 બાઇસન ફાઇટર જેટ ચલાવી રહ્યા હતા. આ જેટથી તેમને પાકિસ્તાનનાં ફાઇટર પ્લેનને તોડી પાડવામાં આવ્યું હતું. જો કે હુમલો કર્યા બાદ તેમનું વિમાન પણ ક્રેશ થઇ ગયું અને તેઓ પાકિસ્તાનમાં પેરાશુટથી લેન્ડ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news