Delta Plus વેરિન્ટ પર હાલની Corona Vaccine કેટલી અસરકારક? ICMR એ આપ્યો આ જવાબ
કોવિડ 19ના બંની રસી કોવિશીલ્ડ તથા કોવેક્સીન સાર્સ-સીઓવી-2 ના આલ્ફા, બીટા, ગામા તથા ડેલ્ટા વેરિએન્ટના વિરૂદ્ધ કામ કરે છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસનો નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta Plus Variant) ભારતમાં ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી દેશના અલગ-અલગ જિલ્લાના 48 લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થયા છે. તો બીજી તરફ દેશના બેસ્ટ ડોક્ટર્સની ટીમે આ અંગે તપાસમાં લાગી ગઇ છે કે હાલની કોરોના વેક્સીન (Corona Vaccine) આ નવા વેરિએન્ટ પર કેટલી અસરકારક છે.
7 થી 10 દિવસમાં પુરી થઇ જશે રિસર્ચ
ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર ડો.બલરામ ભાર્ગવએ શુક્રવારે સાંજે એક પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કોવિડ 19ના બંની રસી કોવિશીલ્ડ તથા કોવેક્સીન સાર્સ-સીઓવી-2 ના આલ્ફા, બીટા, ગામા તથા ડેલ્ટા વેરિએન્ટના વિરૂદ્ધ કામ કરે છે. જોકે અમારી ટીમ હવે આ તપાસમાં લાગી ગઇ છે હાલની વેક્સીન નવા કોરોના વેરિન્ટ પર કેટલી અસરકારક છે. આગામી 7 થી 10 દિવસોમાં આ રિસર્ચ પુરી થઇ જશે. એટલું જ નહી, અમે વેક્સીનને મોડિફાઇ કરીને વધુ અસરકારક બનાવવા પર પણ સ્ટડી કરી રહ્યા છીએ.
સપ્ટેમ્બર સુધી આવી શકે બાળકોની કોરોના વેક્સીન
ડો. ભાર્ગવે કહ્યું કે કોરોનાની બીજી લહેર હજુ પુરૂ થઇ નથી. એટલા માટે લોકો કોવિડ 19 ગાઇડલાઇનનું સખત પાલન કરતા રહે. અત્યારે 92 જિલ્લામાં 5 માંથી 10 ટકા સુધી પોઝિટિવિટી રેટ છે. જો લોકો સાવધાની વર્તશે તો આ સતત નીચે આવતો રહેશે નહીતર ફરી એકવાર હાલત બગડી શકે છે. ભાર્ગવે જણાવ્યું કે અમે સપ્ટેમ્બર સુધી બાળકોની વેક્સીન પર પણ નિર્ણય લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે જે ખૂબ જલદી પુરૂ થઇ જશે.
ફેફસાં પર એટલે કરે છે નવો ડેલ્ટા પ્લસ વેરિન્ટ
તમને જણાવી દઇએ કે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ તાજેતરમાં જ નવા ડેલ્ટા પ્લસ (Delta Plus) વેરિએન્ટને ચિંતાજનક વેરિન્ટની શ્રેણીમાં મુક્યો છે. મંત્રાલયના અનુસાર ડેલ્ટા પ્લસ એટલા માટે આ શ્રેણીમાં આવે છે કારણ કે આ ઝડપથી ફેલવાની ક્ષમતા ધરાવે છે. આ વાયરસથી સંક્રમિત થનાર દર્દીઓ સૌથી વધુ મહારાષ્ટ્રમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે