ઇન્ડીયા ગેટ પર નેતાજીનું મહાસન્માન! PM મોદીએ કર્યું હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના અવસરે પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પરિસરમાં હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું. PM મોદીએ શુક્રવારે જ જાહેરાત કરી હતી કે દેશના મહાન સપૂત સુભાષ ચંદ્ર બોઝ પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક રૂપે તેમની ગ્રેનાઈટની પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. તેમણે ટ્વીટ કર્યું હતું કે જ્યાં સુધી નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તે જગ્યાએ તેમની હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
ઇન્ડીયા ગેટ પર નેતાજીનું મહાસન્માન! PM મોદીએ કર્યું હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ

નવી દિલ્હી: નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના અવસરે પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પરિસરમાં હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું. PM મોદીએ શુક્રવારે જ જાહેરાત કરી હતી કે દેશના મહાન સપૂત સુભાષ ચંદ્ર બોઝ પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક રૂપે તેમની ગ્રેનાઈટની પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. તેમણે ટ્વીટ કર્યું હતું કે જ્યાં સુધી નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તે જગ્યાએ તેમની હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં બોલ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે નેતાજીની આ પ્રતિમા કરોડો લોકોને પ્રેરણા આપશે. તેમણે કહ્યું કે નેતાજીના બલિદાનને ભૂલી શકાય તેમ નથી. પીએમ મોદીએ રવિવારે સવારે પરાક્રમ દિવસ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને નેતાજીની બીજી પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

नेताजी सुभाष चंद्र बोस की 125वीं जयंती पर उन्हें मेरी आदरपूर्ण श्रद्धांजलि।

I bow to Netaji Subhas Chandra Bose on his Jayanti. Every Indian is proud of his monumental contribution to our nation. pic.twitter.com/Ska0u301Nv

— Narendra Modi (@narendramodi) January 23, 2022

નેતાજીની 125મી જન્મજયંતિ
લોહીના બદલામાં આઝાદી આપવાનું વચન આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટકમાં એક સમૃદ્ધ બંગાળી પરિવારમાં જન્મેલા સુભાષ કોઈપણ ભોગે પોતાના દેશ માટે આઝાદી ઈચ્છતા હતા. તેમણે પોતાનું આખું જીવન દેશના નામ માટે સમર્પિત કર્યું અને છેલ્લા શ્વાસ સુધી દેશની આઝાદી માટે લડતા રહ્યા. 'નેતાજી' દેશના કટ્ટરપંથી માનસિકતા ધરાવતા યુવાનોનો ચહેરો માનવામાં આવતા હતા, જેઓ માતા ભારતીને કોઇપણ ભોગે આઝાદીની બેડીઓમાંથી મુક્ત કરવા આતુર દેશના ઉગ્ર વિચારધારા વાળા યુવ વર્ગનો ચહેરો ગણાતા હતા. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા. દેશની આઝાદીના ઈતિહાસના મહાન નાયક બોઝનું જીવન અને મૃત્યુ ભલે રહસ્યમય માનવામાં આવ્યું હોય, પરંતુ તેમની દેશભક્તિ હંમેશા અસંદિગ્ધ અને અનુકરણીય રહી છે.

જ્યોર્જ પંચમની પ્રતિમાની જગ્યા લેશે નેતાજીની પ્રતિમા
તમને જણાવી દઈએ કે ભારત માતાના વીર સપૂત સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા તે સ્થાન પર લગાવવામાં આવશે જ્યાં પહેલા બ્રિટનના રાજા જ્યોર્જ પંચમની પ્રતિમા લાગી હતી. 1968માં જ્યોર્જ પંચમની પ્રતિમા હટાવી દેવામાં આવી હતી.

કોણ બનાવશે મૂર્તિ?
નેતાજીની પ્રતિમા બનાવવાની જવાબદારી નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયના મહાનિર્દેશક અદ્વૈત ગડનાયકને સોંપવામાં આવી છે. ગડનાયકે નેતાજીની પ્રતિમા બનાવવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. ગડનાયકે કહ્યું કે હું ખુશ છું, એક શિલ્પકાર તરીકે મારા માટે સન્માનની વાત છે કે વડાપ્રધાને મને આ જવાબદારી આપવા માટે પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે આ પ્રતિમા રાયસીના હિલ પરથી સરળતાથી જોઈ શકાશે અને આ પ્રતિમા માટેના પથ્થરો તેલંગાણાથી લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રતિમાની ડિઝાઇન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગડનાયકે કહ્યું કે વડાપ્રધાનની જાહેરાત સાથે જ પ્રતિમા બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રતિમા નેતાજીના મજબૂત પાત્રને દર્શાવશે.

હોલોગ્રામ ઈમેજ શું છે?
તમને જણાવી દઈએ કે હોલોગ્રાફિક એક પ્રકારની ડિજિટલ ટેક્નોલોજી છે, જે પ્રોજેક્ટરની જેમ કામ કરે છે. આ સાથે, કોઈપણ વસ્તુને 3D આકાર આપી શકાય છે. જ્યારે જોવામાં આવે ત્યારે હોલોગ્રામ ઇમેજ એકદમ વાસ્તવિક લાગે છે પરંતુ તે માત્ર 3D ડિજિટલ ઇમેજ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news