Driver Strike: Hit and Run Law પર હોબાળો, ચક્કાજામ; પેટ્રોલ પંપ પર લાઇનો, શાકભાજી પણ થઇ મોંઘી

Driver Protest: આ હડતાલની સીધી અસર સામાન્ય જનજીવન પર પડી રહી છે. દેશના અનેક ભાગોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો સ્થિતિ એવી બની છે કે ઓઈલ ટેન્કરો ન આવવાને કારણે કેટલાક પેટ્રોલ પંપ પર ઈંધણ ખતમ થઈ ગયું છે. તેથી આ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે.

Driver Strike: Hit and Run Law પર હોબાળો, ચક્કાજામ; પેટ્રોલ પંપ પર લાઇનો, શાકભાજી પણ થઇ મોંઘી

Driver Strike Latest Update: દેશના અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા માટે પડાપડી ચાલી રહી છે. લોકો પોતાની કારમાં પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભા છે. આ અરાજકતાનું કારણ દેશભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાળ છે. હિટ એન્ડ રનના નવા કાયદાને કારણે ડ્રાઇવર્સ યુનિયન દ્વારા આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાલની સીધી અસર સામાન્ય જનજીવન પર પડી રહી છે. દેશના અનેક ભાગોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો સ્થિતિ એવી બની છે કે ઓઈલ ટેન્કરો ન આવવાને કારણે કેટલાક પેટ્રોલ પંપ પર ઈંધણ ખતમ થઈ ગયું છે. તેથી આ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે.

પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો
બસ-ટ્રક ચાલકોની હડતાળની અસર હવે દેખાઈ રહી છે. હડતાળના કારણે નાગપુરમાં પેટ્રોલ પંપનો સપ્લાય પર અસર પડી છે, જેના કારણે ઘણા પેટ્રોલ પંપ બંધ છે. જેની અસર એ છે કે જે પેટ્રોલ પંપ ખુલ્લા છે ત્યાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. આવી જ સ્થિતિ મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ છે, જ્યાં લોકો પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભા છે.

લોકોમાં ડર
દેશના અલગ અલગ વિસ્તારોમાંથી તસવીરો સામે આવી રહી છે, જ્યાં પેટ્રોલ પર લાંબી લાઇનો છે. લોકોને ડર છે કે હડતાળના કારણે પેટ્રોલનો સપ્લાય આગામી દિવસોમાં ઓછો થઇ જશે અને પેટ્રોલ પંપ બંધ થઇ જશે. એટલા માટે લોકો લાંબી લાઇનોમાં ઉભા રહીને પેટ્રોલ પુરાવી રહ્યા છે.  

ડ્રાઇવર્સ કેમ કરી રહ્યા છે હડતાળ
જોકે હિટ એન્ડ રનના કેસમાં સજા વધારવાની જોગવાઈ બાદ દેશભરમાં ટ્રક, બસ અને મોટા વાહનોના ડ્રાઈવરોમાં નારાજગી જોવા મળી રહી છે. નવા કાયદા હેઠળ સજામાં વધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ડ્રાઇવરો હવે આ કાયદો પાછો ખેંચવાની તેમની માંગ પર અડગ છે. ડ્રાઈવર્સ યુનિયનનું માનવું છે કે નવા કાયદાના કારણે ડ્રાઈવરો પોતાની ફરજ પર આવતા ખચકાશે.

શું છે હિટ એન્ડ રન કાયદો?
કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે કડક કાયદો બનાવ્યો છે. અકસ્માતની જાણ ન કરવા માટે કડક સજાની જોગવાઈ છે. અકસ્માત બાદ ફરાર થવા પર 10 વર્ષ સુધીની જેલ અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. જોકે, જો આરોપી પોતે અકસ્માત અંગે પોલીસને જાણ કરે તો સજામાં ઘટાડો થઈ શકે છે.

હડતાળી ડ્રાઇવર્સનો પક્ષ
હડતાળ પર ઉતરેલા વાહન ચાલકોનું કહેવું છે કે આવી કોઈ ઘટના જાણીજોઈને બનતી નથી, જ્યારે આ અકસ્માત છે. અકસ્માત સમયે ભીડ ગુસ્સે થઈ જાય છે અને જો ડ્રાઈવર રોકે તો ટોળું હુમલો કરે છે. આ સમયગાળા દરમિયાન મોબ લિંચિંગનો ભય રહે છે. નવા કાયદા બાદ વાહનચાલકો નોકરી છોડી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં વાહનચાલકોની અછત વધશે.

માર્કેટમાં શાકભાજી થયા મોંઘા 
આ હડતાળની અસર દેખાઈ રહી છે કે શાકભાજી માર્કેટમાં ઓછો માલ પહોંચ્યો છે, જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજી માટે પ્રખ્યાત મુંબઈના દાદર માર્કેટમાં સવારના 2-3 વાગ્યાથી ભરચક ભીડ જોવા મળે છે. આજે આ શાકભાજીનું બહુ ઓછું પ્રમાણ બજારમાં પહોંચ્યું છે. શાકમાર્કેટમાં કામ કરતા શાકભાજી વિક્રેતાઓએ જણાવ્યું હતું કે શાકભાજીના ભાવ બમણા અને ત્રણ ગણા વધી ગયા છે. જો હડતાલ આમ જ ચાલુ રહેશે તો ભાવ વધુ વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news