Explained: કિંગ્સવે-રાજપથથી થઈ 'કર્તવ્ય પથ' સુધીની સફર, શું છે 3KM લાંબા માર્ગનો ઈતિહાસ

100 Year Old History of Rajpath: ભારતની સૌથી મહત્વપૂર્ણ સડકમાં સામેલ રાજપથ તે છે જ્યાં દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડ કાઢવામાં આવે છે. અહીં દેશની મોટી રાજકીય હસ્તિઓના અંતિમ સંસ્કાર પણ થાય છે. 

Explained: કિંગ્સવે-રાજપથથી થઈ 'કર્તવ્ય પથ' સુધીની સફર, શું છે 3KM લાંબા માર્ગનો ઈતિહાસ

નવી દિલ્હીઃ 100 Year Old History of Rajpath: ઐતિહાસિક રાજપથને હવે કર્તવ્ય પથના નામથી ઓળખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવનિર્મિત કર્તવ્ય પથ અને સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂ (Centre Vista Avenue) નું ઉદ્ઘાટન કરશે. પીએમ દ્વારા ઉદ્ઘાટન કરાયા બાદ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીના વિસ્તારને ઔપચારિક રૂપથી કર્તવ્ય પથ કહેવામાં આવશે. નવી દિલ્હી નગરપાલિકા પરિષદે આવાસ તથા શહેરી મામલાના મંત્રાલય તરફથી મળેલા એક પ્રસ્તાવને પાસ કરી રાજપથનું નામ બદલી કર્તવ્ય પથ કરી દીધુ છે. 

રાજપથ (કર્તવ્ય પથ) નું મહત્વ
દેશના સૌથી મહત્વપૂર્ણ માર્ગમાં સામેલ રાજપથ તે છે જ્યાં દર વર્ષે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીની પરેડ કાઢવામાં આવે છે. અહીં દેશની મોટી રાજકીય હસ્તિઓના અંતિમ સંસ્કાર પણ થાય છે. આશરે ત્રણ કિલોમીટર લાંબા રાજપથ (કર્તવ્ય પથ) નો ઈતિહાસ વર્ષ 1911થી શરૂ થાય છે, જ્યારે દિલ્હીને ભારતની રાજધાનીના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું હતું. અહીં આપણે રાજપથના ઈતિહાસ અને તેની સાથે જોડાયેલા તથ્યોની ચર્ચા કરીશું. 

રાજપથથી કર્તવ્ય પથ સુધીની યાત્રા
અંગ્રેજોના સમયમાં કિંગ્સવે નામથી જાણીતા રાજપથ રાયસીના હિલ પર રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે. તે વિજય ચોક અને ઈન્ડિયા ગેટથી થઈ જૂના કિલા પર પહોંચી સમાપ્ત થાય છે. આ રોડની લંબાઈ આશરે ત્રણ કિલોમીટર છે. વર્ષ 1911માં બ્રિટિશ શાસકોએ નક્કી કર્યું કે બ્રિટિશ ભારતીય સામ્રાજ્યની રાજધાની કોલકત્તાથી દિલ્હી કરવી જોઈએ. 

વર્ષ 1911માં શરૂ થયું નિર્માણ
પછી તે વર્ષે 1911 નવી દિલ્હી ડિસ્ટ્રિક્ટમાં કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું, જ્યાં બ્રિટિશ શાસનની વહીવટી રાજધાની હશે. ત્યારે દેશની રાજધાની નવી દિલ્હીને ડિઝાઇન કરવાની જવાબદારી સર ઇડવિન લુટિયંસ (Sir Edwin Lutyens) અને સર હર્બર્ટ બેકર (Sir Herbert Baker) ને સોંપવામાં આવ્યું હતું. લુટિયંસને સૌથી મહાન બ્રિટિશ શિલ્પકાર માનવામાં આવે છે. વર્ષ 1920માં રાજપથ બનીને તૈયાર થયું હતું. ત્યારે તેનું નામ કિંગ્સવે હતું, એટલે કે રાજાનો માર્ગ.

ઇડવિન લુટિયંસને બાદમાં નવી દિલ્હીને ડિઝાઇન કરવા માટે ગ્રેટેસ્ટ બ્રિટિસ આર્કિટેક્ટથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા. ત્યારે તેના નિર્માણમાં યોગદાન માટે નવી દિલ્હીને લુટિયંસ દિલ્હી (કે લુટ્યન્સની દિલ્હી) પણ કહેવામાં આવે છે. 

આઝાદી બાદ નામમાં કરાયો ફેરફાર
બાદમાં દેશની આઝાદી બાદ કિંગ્સવેનું નામ બદલી રાજપથ કરી દેવામાં આવ્યું. રાજપથ કિંગ્સવેનો હિન્દી અનુવાદ છે. દાયકાઓ સુધી કિંગ્સવેના નામથી ઓળખાતા રાજપથનું નામ એકવાર ફરી બદલી કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું છે. 

નેતાજી બોઝની પ્રતિમાનું અનાવરણ પણ આજે
પ્રધાનમંત્રી આ અવસર પર ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ પગલું અમૃત કાળમાં નવા ભારત માટે પ્રધાનમંત્રીના બીજા 'પંચ પ્રાણ'ને અનુરૂપ છે. નેતાજી બોઝની પ્રતિમા, જેનું અનાવરણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે, તે સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આ વર્ષની શરૂઆતમાં પરાક્રમ દિવસ (23 જાન્યુઆરી) પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

ગ્રેનાઇડથી બનેલી આ પ્રતિમા આપણા સ્વાતંત્રતા સંગ્રામમાં નેતાજીના અપાર યોગદાન માટે એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે અને તેમના પ્રત્યે દેશનું ઋણ હોવાનું પ્રતીક હશે. 

કેમ થયો રાજપથનો પુનર્વિકાસ
રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂની આસપાસના વિસ્તારમાં ભીડને કારણે પાયાના માળખા પર પડતા દબાવ અને જાહેર શૌચાલય, પીવાનું પાણી, સ્ટ્રીટ ફર્નીચર અને પાર્કિંગ સ્થળની પૂરતી સુવિધાના અભાવને કારણે રાજપથનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news