લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા, બદમાશો મીઠાઈના ડબ્બામાં લાવ્યાં હતાં હથિયાર

ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં ધોળે દિવસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ તેમનું ગળે ચપ્પુ ફેરવ્યાં બાદ તેમના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. કલમેશ તિવારીનું સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં મોત નિપજ્યું. 

લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા, બદમાશો મીઠાઈના ડબ્બામાં લાવ્યાં હતાં હથિયાર

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં ધોળે દિવસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ તેમનું ગળે ચપ્પુ ફેરવ્યાં બાદ તેમના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. કલમેશ તિવારીનું સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં મોત નિપજ્યું. ખુર્શીદ બાગ સ્થિત કાર્યાલયમાં હત્યારાઓ કમલેશ તિવારીને મળવાના બહાને આવ્યાં હતાં. ત્યાં તેમની સાથે બેસીને ચા પીધી. ત્યારબાદ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયાં. આ ઘટના લખનઉના નાકા વિસ્તારની છે. પોતાના નિવેદનોના કારણે કમલેશ તિવારી સતત ચર્ચામાં રહેતા હતાં. 

लखनऊ: हिंदू महासभा के नेता कमलेश तिवारी की गोली मारकर हत्या

મળતી માહિતી મુજબ કમલેશ તિવારીને નાકાના ખુર્શીદ બાગ સ્થિતિ ઓફિસમાં બે લોકો ભગવો વેશ ધારણ કરીને મળવા માટે આવ્યાં હોવાનું કહેવાય છે. આ બંને લોકો મીઠાઈનો કોઈ ડબ્બો લાવ્યાં હતાં. જેમાં ચાકૂ અને રિવોલ્વર હતાં. કહેવાય છે કે બંનેએ કમલેશ તિવારી સાથે મુલાકાત કરી. ત્યાબાદ વાતચીત દરમિયાન બદમાશોએ કમલેશ સાથે ચા પણ પીધી. અને પછી તેમને ગળે ચાકૂ ફેરવી દીધુ અને પછી ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં. 

જુઓ LIVE TV

કમલેશ તિવારીને અફરાતફરી મચી જતા ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં. જ્યાં તેમને મૃત જાહેર કરાયા. બદમાશોએ કમલેશ તિવારીને મળતા પહેલા તેમને કોલ કર્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બંને અપરાધી કમલેશના પરિચિત હતાં કે નહીં. હાલ પોલીસ તે નંબરને ટ્રેસ કરી રહી છે જેનાથી કોલ આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ કમલેશ સાથે જ રહેતા એક છોકરાને પણ પૂછપરછ કરી રહી છે. નોંધનીય છે કે કમલેશ તિવારી પહેલા હિન્દુ મહાસભામાં કાર્યરત હતાં. 

અત્રે જણાવવાનું કે કમલેશ તિવારીએ પૈગમ્બર મોહમ્મદ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું અને આ મામલે તેમની ધરપકડ પણ થઈ હતી. હાલ તેઓ જામીન પર બહાર હતાં. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે હાલમાં જ તેમના પર લાગેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) હટાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news