ડૂબી જશે મુંબઈ! હાઇટાઇડનું પણ એલર્ટ
છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈની હાલત ખરાબ છે
Trending Photos
મુંબઈ : મુંબઈમાં વરસાદ છેલ્લા 24 કલાકથી હાહાકાર મચાવી રહ્યો છે. મુંબઈની લાઇફલાઇન ઠપ થઈ ગઈ છે. મુંબઈના બોરિવલી વિસ્તારમાં ત્રણ મકાન ધરાશાયી થઈ ગયા છે. મુંબઈમાં છેલ્લા બે દિવસોમાં 250 MMથી વધારે વરસાદ થયો છે. શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે અને આગામી 24 કલાક સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો થાય એવી શક્યતા નથી. આ સંજોગોમાં દરિયામાં હાઇટાઇડ એલર્ટની જાહેરાત થતા પરિસ્થિતિ વધારે વણસી ગઈ છે.
ભારતીય મોસમ વિભાગનું અનુમાન છે કે 13 જુલાઈ સુધી મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ વરસાદનો માર ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરને સૌથી વધારે પડશે.
હાલમાં ભારે વરસાદને પગલે વાશી અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે અને કેટલીક સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે વાશી અને વિરાર વચ્ચેના રેલવે ટ્રેકના પાટા પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સર્વિસ રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ સંજોગોમાં લોકોને પરિવહનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
Trains are running on Central Railway though with caution in some chronic sections such as Sion-Matunga due to very heavy rains. Trains are delayed in this section for 15-20 minutes... pic.twitter.com/9AgeEolOxB
— Central Railway (@Central_Railway) July 10, 2018
સોમવારે મુંબઈમાં બહુ જોરદાર વરસાદ પડ્યો હતો જેના કારણે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા, ગલી તેમજ સોસાયટીમાં બધી જગ્યાએ વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને પરિવહન સેવા ઠપ થઈ ગયી છે. સોમવારે રાત્રે બોરીવલી પૂર્વના ત્રણ ઘરોનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલમાં ફાયરબ્રિગેડ તેમજ એનડીઆરએફની ટીમ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે.
Arrangements are being made to provide food packets/snacks/water to passengers of several long distance trains that have been regulated at various stns at/beyond Virar due to very heavy water level on tracks at Nallasopara #WRUpdates pic.twitter.com/3XK8AK5oOn
— Western Railway (@WesternRly) July 10, 2018
આ પહેલાં રવિવારે કુર્લા વિસ્તારમાં 4 માળની ઇમારત પડી ગઈ હતી. મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં તો રસ્તાની બંને બાજુ બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. રવિવાર રાતથી થઈ રહેલા ભારે વરસાદને પગલે મુંબઈની લાઇફલાઇન લોકલ ઠપ થઈ ગઈ છે. વેસ્ટર્ન લાઇનની હાલત સૌથી ખરાબ છે. વિરાર તેમજ નાલાસોપારા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ટ્રેક પર પાણી આવી જતા સર્વિસને બંધ કરી દેવામાં આવી છે.
Due to incessant heavy downpour, water level at rly tracks at Nallasopara has further risen to 200 mm to 460 mm making it impossible to run trns bet Nallasopara & Virar. Area outside & along rail tracks is heavily flooded & water flowing on the tracks. DRM, Mumbai Central at site pic.twitter.com/0M5ztxCo5T
— Western Railway (@WesternRly) July 10, 2018
મુંબઈમાં ગઈ કાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય આવતા 48 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે સમુદ્રમાં હાઇટાઇડનું એલર્ટ પણ આવ્યું છે. બીએમસીએ હાઇટાઇડની ચેતવણી આપી છે. આ સંજોગોમાં પ્રશાસને લોકોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપી છે. ભારતીય હવામાન ખાતાએ મુંબઈ સિવાય મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોમાં રેડએલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે