ખતમ નહી થાય 50 લાખ રૂપિયાની વિમા યોજના, સ્વાસ્થ્યકર્મીઓ માટે વધારી મર્યાદા
કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી લોકોને બચાવનાર સ્વાસ્થ્યકર્મીઓ માટે એક રાહત આપી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા વચ્ચે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે 50 લાખ રૂપિયા વીમા યોજનાની અવધિ ત્રણ મહિના માટે વધારવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી લોકોને બચાવનાર સ્વાસ્થ્યકર્મીઓ માટે એક રાહત આપી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા વચ્ચે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે 50 લાખ રૂપિયા વીમા યોજનાની અવધિ ત્રણ મહિના માટે વધારવાનો નિર્ણય કર્યો છે.
સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે યોજના
જાણકારોનું કહેવું છે કે હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં તૈનાત ડોક્ટરો તથા અન્ય તમામ સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 લાખ રૂપિયાની વિમા યોજનાની અવધિ વધારીને સપ્ટેમ્બર અંત સુધી કરી દીધી છે. આ યોજના હેઠળ લગભગ 22 લાખ સ્વાસ્થ્યકર્મીઓને વિશેષ વિમા કવર ઉપલબ્ધ કરવાવામાં આવી રહ્યું છે.
આ યોજના સરકારી ક્ષેત્રની ન્યૂ ઇન્ડીયા ઇશ્યોરન્સ કંપની લાગૂ કરી રહી છે. તેથી શરૂમાં 30 જૂન સુધી લાગૂ કરવામાં આવી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે માર્ચમાં કુલ 1.70 લાખ કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આ વિમા યોજનાની જાહેરાત કરી હતી.
તેના હેઠળ સરકારી સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા કુલ 22.12 લાખ સ્વાસ્થ્ય કર્મીઓમાં સામુદાયિક સ્વાસ્થ્યકર્મી પણ સામેલ છે. આ સ્વાસ્થ્યકર્મી કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત લોકોના સીધા સંપર્કમાં આવે છે અને એવામાં તેમને પણ સંક્રમણ થવાનું જોખમ રહે છે. આ યોજના નાણાકીય પોષણ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઇમજરન્સી પ્રતિક્રિયા કોષમાંથી કરવામાં આવી રહ્યું છે.
આ વિમા સુવિધા કેન્દ્ર અને રાજ્ય સરકરો હેઠળ આવનાર હોસ્પિટલોમાં કામ કરનાર ડોક્ટરો, નર્સો, ચિકિત્સા સહાયકો, સાફ સફાઇ કર્મીઓ તથા કેટલાક અન્ય લોકોને ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે. આ યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે સફાઇ કર્મીઓ, વોર્ડ બોયઝ, નર્સો, આશા કર્મીઓ, સહાયકો તથા વિશેષજ્ઞો અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓને આ વિશેષ વિમા સુવિધાનો લાભ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે