Nehru Museum Renamed: 'એક જ પ્રધાનમંત્રીનું નામ કેમ'? હરદીપ પુરીએ નેહરુ મ્યુઝિયમનું નામ બદલવાના વિરોધ પર વળતો પ્રહાર કર્યો
Nehru Museum Renamed: નેહરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય સોસાયટીનું નામ બદલ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ વિરોધીઓને જવાબ આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Nehru Memorial Museum And Library: કેન્દ્ર સરકારે દિલ્હીના તીન મૂર્તિ ભવન પરિસરમાં આવેલા નેહરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય સોસાયટી (NMML)નું નામ બદલીને પ્રધાનમંસ્તી સંગ્રહાલય તથા પુસ્તકાલય સોસાયટી કરી દીધુ છે. તેને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યો છે. બંને પક્ષો વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ વિપક્ષ તરફથી કરવામાં આવી રહેલી ટિપ્પણી પર પલટવાર કર્યો છે.
નેહરૂ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલવા પર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યુ- 1947 બાદ કેટલા પ્રધાનમંત્રી આવ્યા છે. પંડિત જવાહરલાલ નેહરૂનું યોગદાન છે, પરંતુ ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, નરસિમ્હા રાવ જી, મનમોહન સિંહજીનું પણ યોગદાન રહ્યું છે તો માત્ર એક પ્રધાનમંત્રીનું નામ કેમ? હું વિપક્ષના નિવેદન પર શું કહ્યું. તે બિનજવાબદાર નિવેદન આપે છે.
#WATCH | After 1947, how many Prime Ministers did we have?...it is the museum for Prime Ministers and I'm surprised why there is such a question being asked...what should I say about opposition's statements?...they say irresponsible things...": Union Minister Hardeep Puri on… pic.twitter.com/i5DQS8HYIT
— ANI (@ANI) June 17, 2023
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નેહરૂ સ્મારક સંગ્રાહાલયનું નામ બદલવા પર કહ્યું- 'જેનો કોઈ ઈતિહાસ નથી તે બીજાના ઈતિહાસને દૂર કરવા ચાલ્યા છે.' નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલવાનો કમનસીબ પ્રયાસ આધુનિક ભારતના શિલ્પકાર અને લોકશાહીના નિર્ભીક રક્ષક પંડિત જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વને ઓછો કરી શકે નહીં. આ ભાજપ-આરએસએસની નીચી માનસિકતા અને તાનાશાહી વલણ જ દર્શાવે છે.
નેહરૂનું સત્તાવાર નિવેદન
તીન મૂર્તિ ભવન દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂનું સત્તાવાર નિવેદન હતું. આ કારણ છે કે કોંગ્રેસને તેનું નામ બદલવાને લઈને રોષ છે. હકીકતમાં સંસ્કૃતિ મંત્રાલયે શુક્રવાર (16 જૂન) એ કહ્યું કે એનએમએમએલ (NMML)ની એક વિશેષ બેઠકમાં તેનું નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સોસાયટીના ઉપાધ્યક્ષ રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે