Gyanvapi Masjid Case: કથિત શિવલિંગ પર કાર્બન ડેટિંગનો ચુકાદો ટળ્યો, હવે 11 ઓક્ટોબર સુનાવણી
Gyanvapi News: ઉત્તર પ્રદેશ સ્થિત વારાણીમાં જિલ્લા કોર્ટે કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ જવાની અરજી પર જિલ્લા અદાલતમાં ચુકાદો ટળી ગયો છે.
Trending Photos
વારાણસીઃ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ પર જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે પોતાનો આદેશ ટાળી દીધો છે. હિન્દુ પક્ષના વકીલ અનુસાર અદાલતે કહ્યું કે આ મામલામાં અમે કેટલાક સ્પષ્ટીકરણ ઈચ્છીએ છીએ. મુસ્લિમ પક્ષનો જવાબ સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. હવે મામલાની સુનાવણી 11 ઓક્ટોબરે થશે. તે દિવસે કોર્ટ પહેલા મુસ્લિમ પક્ષને સાંભળશે. ત્યારબાદ કોર્ટનો આદેશ આવી શકે છે.
તો સિવિલ જજ ફાસ્ટ ટ્રેક કોર્ટ સીનિયર ડિવીઝન મહેન્દ્ર કુમાર પાન્ડેયની કોર્ટમાં જ્ઞાનવાપી પ્રકરણના બે પ્રાર્થનો પર સુનાવણી ટળી ગઈ છે. ગુરૂવારે તેના પર સુનાવણી થવાની હતી. પરંતુ ભરત મિલાપની રજાથી કચેરીમાં જાહેર રજાને કારણે શુક્રવારે કોર્ટ ખુલવા પર સુનાવણીની તારીખ હતી. પરંતુ શુક્રવારે કોર્ટના પીઠાસીન અધિકારી રજા પર હોવાને કારણે સુનાવણી થઈ શકી નહીં. આ મામલામાં આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે.
આ સાથે જ્ઞાનવાપી પરિસરમાં મળેલા કથિત શિવલિંગના પૂજા-પાઠ, રાજ-ભોજ આરતી કરવાની માંગને લઈને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી સિવિલ જજ સીનિયર ડિવીઝન મુકુદલતા ત્રિપાઠીની કોર્ટમાં દાખલ અરજી પર પણ સુનાવણી ટળી છે. આ કોર્ટમાં પણ પીઠાસિન અધિકારી રજા પર હતા. આ મામલામાં આગામી સુનાવણી ત્રણ નવેમ્બરે થશે.
તો શુક્રવારે સિવિલ જજ ફાસ્ટ ટ્રેક કોર્ટ સીનિયર ડિવીઝન મહેન્દ્ર કુમાર પાન્ડેયની કોર્ટમાં અવિમુક્તેશ્વર ભગવાન આદિ તરફથી દાખલ પ્રાપ્થના પત્ર પર પણ સુનાવણી ટળી ગઈ હતી. આ મામલામાં પણ 28 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે.
દિલ્હી નિવાસી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા તથા ખજુરી નિવાસી અજીત સિંહે પ્રાર્થના પત્ર દાખલ કર્યું છે. તેમાં અવિમુક્તેશ્વર ભગવાનના પૂજા-પાઠ, રાજ-ભોગ, ભજન-કીર્તન તથા ધાર્મિક અનુષ્ઠાનના આયોજનની મંજૂરી માંગવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે