Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી, હિંદુ પક્ષના હકમાં આવ્યો નિર્ણય

Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી મસ્જિદ અને શૃંગાર ગૌરી મામલે (Gyanvapi and Shringar Gauri Case) માં વારાણસી જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવ્યો હતો. હિંદુ પક્ષમાં વારાણસી જિલ્લા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી છે. 

Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી, હિંદુ પક્ષના હકમાં આવ્યો નિર્ણય

Breaking News Updates:  જ્ઞાનવાપી મસ્જિદ અને શૃંગાર ગૌરી મામલે (Gyanvapi and Shringar Gauri Case) માં વારાણસી જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવ્યો હતો. હિંદુ પક્ષમાં વારાણસી જિલ્લા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી છે. 

કોર્ટે કહ્યું કે કેસ સાંભળવામાં યોગ્ય છે. કાશી વિશ્વનાથ ધામ ક્ષેત્ર-જ્ઞાનવાપી પરિસર છાવણીમાં ફેરવાઇ ગયું છે. કોર્ટે હિંદુ પક્ષની અપીલ સ્વિકાર કરી લીધી છે. કેસમાં આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. કોર્ટમાં મુસ્લિમ પક્ષ ચૂકાદા દરમિયાન મુસ્લિમ પક્ષ હાજર ન હતો. 

હિંદુ પક્ષના વકીલે કહી આ વાત
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને નકારી કાઢી છે અને કહ્યું કે Suit મેનટેનેબલ છે. કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. 

લોકો શાંતિ જાળવી રાખે- અરજીકર્તા સોહનલાલ આર્ય
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં અરજીકર્તા સોહન લાલ આર્યએ કહ્યું કે 'આ હિંદુ સમુદાયની જીત છે. કોર્ટ આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ કરશે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. 

કોર્ટના ચૂકાદા પર હિંદુઓમાં જોવા મળી ખુશી, જશ્નનો માહોલ
કોર્ટનો હિંદુ પક્ષમાં ચૂકાદો સાંભળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી. હિંદુ લોકોનું કહેવું છે કે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો. તેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી. 

હિંદુ પક્ષ
5 મહિલાઓએ પૂજાની પરવાનગી અને વિગ્રહની સુરક્ષા અંગે અરજી કરી
પૂજા સ્થળ એક્ટ લાગુ થતો નથી
1991માં પણ અહીંયા પૂજા થતી હતી
પૂજા થતી હતી અને ચાલુ રાખવાની અરજી કરી
જ્ઞાનવાપીમાં શિવલિંગ મળ્યું

મુસ્લિમ પક્ષ
પૂજા સ્થળ કાયદા સામે વાંધો, જ્ઞાનવાપીને વકફની જમીન ગણાવી
મુસ્લિમ પક્ષે પૂજાસ્થળ કાયદાને બચાવની ઢાલ બનાવ્યો
પૂજા સ્થળ કાયદા પ્રમાણે પૂજાસ્થળો પર 15 ઓગસ્ટ 1947થી પહેલાની સ્થિતિ યથાવત રહે
પૂજા સ્થળ એક્ટ પ્રમાણે જ્ઞાનવાપી જે રૂપમાં છે તેવું જ રહે
પૂજા સ્થળ એક્ટ લાગુ પડે છે
ધર્મસ્થળનું સ્વરૂપ બદલી શકાય નહીં
સ્વરૂપ બદલવાનો થઈ રહ્યો છે પ્રયાસ
જ્ઞાનવાપીમાં ફુવારો મળ્યો

શું છે ધર્મસ્થળ એક્ટ?
1991માં આ કાયદો લાવવામાં આવ્યો
1947માં જેવું ધર્મસ્થળ હશે તેવું જ રહેશે
અયોધ્યા વિવાદમાં આ એક્ટ લાગુ થયો નહીં
અયોધ્યા વિવાદ પહેલાથી ચાલી રહ્યો હતો
સુપ્રીમ કોર્ટમાં એક્ટને આપવામાં આવ્યો હતો પડકાર

જ્ઞાનવાપીના સર્વે રિપોર્ટમાં શું?
કોર્ટ કમિશનરનો રિપોર્ટ
મસ્જિદના વીડિયો ફૂટેજ
1500થી વધારે તસવીરો
કથિત શિવલિંગની જાણકારી
તહખાનાની સંપૂર્ણ જાણકારી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news