મોટો નિર્ણય...બિહાર બાદ હવે આ રાજ્યમાં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

હાલ આ નિયમ સાત નવેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરાયો છે. તેની અસરને જોતા આગળ ચાલુ રાખવા માટે વિચાર કરવામાં આવશે.

મોટો નિર્ણય...બિહાર બાદ હવે આ રાજ્યમાં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

કોલકાતા: બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળ (West Bengal)માં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યની મમતા બેનરજી સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે  મુજબ જે જે વસ્તુઓમાં નિકોટીન મળી આવે છે તેને બનાવવી , સ્ટોર કરવી, કે વેચવી કાયદાકીય રીતે દંડનીય અપરાધની શ્રેણીમાં આવશે. જો કે નોટિફિકેશનમાં સિગારેટનો ઉલ્લેખ નથી. 

હાલ આ નિયમ સાત નવેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરાયો છે. તેની અસરને જોતા આગળ ચાલુ રાખવા માટે વિચાર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની મમતા બેનરજીના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ ફૂટ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અધિનિયમ 2011 મુજબ વિભાગે ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે. 

જુઓ LIVE TV

આ અગાઉ હાલમાં જ બિહારમાં પણ ગુટખા અને સાથે સાથે પાન મસાલા પર પ્રતિબંધ લાગ્યો હતો. ગુટખા પર બિહાર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પ્રતિબંધ છે. પશ્ચિમ બંગાળમાં પણ ગુટખાની સાથે સાથે પાનમસાલા પર પ્રતિબંધ લગાવાયો છે. નોંધનીય છે કે બિહાર પશ્ચિમ બંગાળનું પાડોશી રાજ્ય છે જ્યાં દારૂબંધી પણ લાગુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news