OMG: ભારતના આ ગામમાં જ્યારે દેખાયો 'એલિયન' તો ગભરાઇ ગયા લોકો, પછી...

ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર ઘટના સર્જાઇ, અહીં શનિવારે લોકોએ ગ્રેટર નોઇડાના આકાશમાં એલિયનને ઉડતાં જોયો. ઉતાવળમાં સ્થાનિક લોકોએ પોલીસને આ રહસ્યમય વસ્તુની ફરિયાદ કરી.

OMG: ભારતના આ ગામમાં જ્યારે દેખાયો 'એલિયન' તો ગભરાઇ ગયા લોકો, પછી...

નોઇડા: ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર ઘટના સર્જાઇ, અહીં શનિવારે લોકોએ ગ્રેટર નોઇડાના આકાશમાં એલિયનને ઉડતાં જોયો. ઉતાવળમાં સ્થાનિક લોકોએ પોલીસને આ રહસ્યમય વસ્તુની ફરિયાદ કરી. પછી ખબર પડી કે આ કાલ્પનિક સુપરહીરો કેરેક્ટર આયરન મેન (Iron Man)ના આકારનો એક ફૂગ્ગો છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ વિચાર્યું કે આ એક એલિયન (Alien) છે જ્યારે ભટ્ટા પરસૌલ ગામ પાસે એક નહેરમાં આ ફૂગ્ગો (Balloon) ઉતર્યો, તો તેની એક ઝલક મેળવવા માટે લોકોની ભારે ભીડ જામી ગઇ. 

પુરો થઇ ગયો હતો ગેસ
નોઇડા પોલીસ (Noida Police)એ શનિવારે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે દનકૌર ક્ષેત્રના ભટ્ટા પારસૌલ ગામ પાસે રોબોટ આકારનો ફૂગ્ગો મળ્યો. તેમણે કહ્યું કે તેનો ગેસ પુરો થઇ ગયો હતો એટલા માટે નીચે આવી ગયો. 

દનકૌરના એસએચઓ અનિલ કુમાર પાંડેએ જણાવ્યું કે 'આ હવાથી ભરેલો એક ફૂગ્ગો હતો જે આકાશમાં ઉડી રહ્યો હતો, પછી ગેસ પુરો થતાં નીચે આવી ગયો અને નહેર પાસે ઝાડીઓમાં ફસાઇ ગયો. ફૂગ્ગાનો એક ભાગ નહેરના વહેતા પાણીને અડકી રહ્યો હતો. જેથી ફૂગ્ગો હલી રહ્યો હતો. આ વસ્તુ વિશે જાણકારી ન હોવાના કારણે જોનારાઓને ચિંતા થઇ. 

પાંડેએ કહ્યું કે 'તેનો આકાર આયરન મેન (કોમિક કેરેક્ટર) જેવો હતો. આ એક વિચિત્ર નજારો હતો. એટલા માટે લોકોને લાગ્યું કે આ એક એલિયન અથવા એવી કંઇક વસ્તુ છે. 

અધિકારીઓએ કહ્યું કે પછી ફૂફ્ફાને નિકાળી દેવામાં આવ્યો હતો. પોલીસને તેમાંથી કંઇપણ હાનિકારણ વસ્તુ મળી ન હતી. જોકે હજુ સુધી શોધવાનું બાકી છે કે કોણે તેને હવામાં ઉડાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news