ડિજિટલ ટીવી રિસિવર, USB ટાઈપ સી ચાર્જર અને વીડિયો સર્વિલાન્સ સિસ્ટમ માટે ગુણવત્તા માપદંડ જાહેર 

કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું કે ભારતીય માનક બ્યૂરો (BIS) એ ત્રણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો ડિજિટલ ટેલિવિઝન રિસિવર, યુએસબી ટાીપ-સી ચાર્જર અને વીડિયો સર્વિલાન્સ સિસ્ટમ (વીએસએસ) માટે ગુણવત્તા માપદંડો રજુ કર્યા છે. ગ્રાહક મામલાઓના મંત્રાલયે કહ્યું કે પહેલું ભારતીય માપદંડ આઈ એસ 18112:2022 છે જે બિલ્ટ ઈન સેટેલાઈટ ટ્યૂનર સાથે ડિજિટલ ટેલિવિઝિન રિસીવર માટે છે. 

ડિજિટલ ટીવી રિસિવર, USB ટાઈપ સી ચાર્જર અને વીડિયો સર્વિલાન્સ સિસ્ટમ માટે ગુણવત્તા માપદંડ જાહેર 

Government of India: કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું કે ભારતીય માનક બ્યૂરો (BIS) એ ત્રણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો ડિજિટલ ટેલિવિઝન રિસિવર, યુએસબી ટાીપ-સી ચાર્જર અને વીડિયો સર્વિલાન્સ સિસ્ટમ (વીએસએસ) માટે ગુણવત્તા માપદંડો રજુ કર્યા છે. ગ્રાહક મામલાઓના મંત્રાલયે કહ્યું કે પહેલું ભારતીય માપદંડ આઈ એસ 18112:2022 છે જે બિલ્ટ ઈન સેટેલાઈટ ટ્યૂનર સાથે ડિજિટલ ટેલિવિઝિન રિસીવર માટે છે. 

ભારતીય માપદંડ મુજબ બનેલા ટીવી એક ડિશ એન્ટેનાને એલએનબી સાથે જોડીને ફ્રી ટૂ એર ટીવી અને રેડિયો  ચેનલોને એક ઉપયુક્ત સ્થાન પર એક ઈમારતની છત ઉપર કે સાઈડની દીવાલ પર સ્થાપિત કરવામાં સક્ષમ બનાવે છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી સરકારી પહેલો, યોજનાઓ, દુરદર્શનની શૈક્ષણિક સામગ્રી અને ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમોના સ્ટોર અંગે જ્ઞાનના પ્રસારને દેશમાં મોટા પાયે વસ્તીના એક મોટા ભાગ સુધી પહોંચવામાં અને લાભ પહોંચાડવામાં પણ મદદ મળશે. 

હાલ દેશમાં ટીવી દર્શકોને વિભિન્ન પેઈડ અને ફ્રી ચેનલો જોવા માટે સેટ ટોપ બોક્સ  ખરીદવાની જરૂર રહે છે. દર્શકોને દુરદર્શન દ્વારા પ્રસારિત ફ્રી ટુ એર ચેનલોના સ્વાગત માટે પણ સેટ ટોપ બોક્સનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે દુરદર્શન એનાલોગ પ્રસારણને તબક્કાવાર રીતે સમાપ્ત કરવાની પ્રક્રિયામાં છે. દુરદર્શન દ્વારા ડિજિટલ ઉપગ્રહ પ્રસારણનો ઉપયોગ કરતા ફ્રી ટુ એર ચેનલોનું પ્રસારણ ચાલુ રહેશે. 

મંત્રાલયે કહ્યું કે સેટ ટોપ બોક્સના ઉપયોગ વિના આ ફ્રી ટુ એર ચેનલોના સ્વાગતને સક્ષમ કરવા માટે ઈન  બિલ્ટ ઉપયુક્ત સેટેલાઈટ ટ્યૂનર સાથે ટેલિવિઝન રિસીવર્સની જરૂરિયાત છે. બીજો પ્રકાશિત ભારતીય માપદંડ (IS/IEC 62680-1-3:2022) USB ટાઈપ સી રિસેપ્ટેકલ્સ, પ્લગ અને કેબલ માટે છે જે હાલના વૈશ્વિક માપદંડ IEC 62680-1- 3:2022 ને અપનાવે છે. 

આ માપદંડ વિભિન્ન ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, નોટબુક વગેરેમાં ઉપયોગ માટે યુએસબી ટાઈપ સી પોર્ટ, પ્લગ અને કેબલની જરૂરિયાતોને પ્રદાન કરે છે. જે દેશમાં વેચાતા સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે સામાન્ય ચાર્જિંગ સમાધાન પ્રદાન કરે છે. 

જુઓ લાઈવ ટીવી

હાલમાં ગ્રાહકોને પોતાની પાસે રહેલા વિભિન્ન ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે અલગ અલગ ચાર્જર રાખવા પડે છે. જેનાથી વધારાના ખર્ચા, ઈ કચરામાં વૃદ્ધિ અને અન્ય અનેક સુવિધાઓ થાય છે. દુનિયાભરના દેશો આ મુદ્દાઓના સમાધાન માટે કામ કરે છે. પ્રકાશિત ત્રીજો માપદંડ 'વીડિયો નિગરાણી પ્રણાલી (વીએસએસ)' માટે ભારતીય માનકની આઈએસ 16910 શ્રેણી છે, જે આંતરરાષ્ટ્રીય માનક આઈસીસી 62676 શ્રેણીને અપનાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news