કાબુમાં આવી રહ્યો છે Corona, પોઝિટિવિટી રેટ 24.47% થી ઘટીને 16.98% થયો
મંત્રાલયે જણાવ્યું કે, 74.69 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાં છે. તેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરલ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને છત્તીસગઢ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, દેશમાં કોવિડ-19ના (Corona in india) એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 36,18,458 રહી ગઈ છે અને સંક્રમણ દર પર 16.98 ટકા થઈ ગયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સંક્રમણના કુલ કેસના 14.66 ટકા છે.
મંત્રાલયે જણાવ્યું કે, 74.69 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાં છે. તેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરલ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને છત્તીસગઢ છે. સંક્રમણ દર ત્રણ મેએ 24.47 ટકા હતો, જે 16 મેએ ઘટીને 16.98 ટકા થઈ ગયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,62,437 દર્દીઓ સાજા થયા બાદ અત્યાર સુધી 2,07,95,335 લોકો રિકવર થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,11,170 નવીા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ 41,664 કેસ કર્ણાટકથી આવ્યા, તો મહારાષ્ટ્રથી 34,848 અને તમિલનાડુથી 33658 કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ કેન્દ્રએ રાજ્યોને ફ્રીમાં આપી 20 કરોડથી વધુ કોરોના વેક્સિન, અત્યાર સુધી આટલા લોકોને મળી રસી
કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુદર 1.09 ટકા છે. મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 4077 દર્દીઓના મોત થયા. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 960 અને કર્ણાટકમાં 349 લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં રસીકરણ અભિયાન હેઠળ રવિવાર સુધી કોરોના વિરોધી રસીના 18.22 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે સવારના રિપોર્ટ પ્રમાણે 26,55,003 સત્ર દરમિયાન 18,22,20,164 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, રસીકરણ અભિયાન હેઠળ 66.76 ટકા ડોઝ 10 રાજ્યોમાં આપવામાં આવ્યા છે. તેમાં આંધ્ર પ્રદેશ, કેરલ, બિહાર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર છે. છેલ્લા 24 કલાક દરમિયાન 14-44 ઉંમર વર્ગમાં 5,62,130 ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે