ગોવા વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંત બની શકે છે રાજ્યના નવા મુખ્યમંત્રી

ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ પેદા થયેલી રાજકીય સ્થિતી વચ્ચે પ્રમોદ સાવંત સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભર્યા છે

ગોવા વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંત બની શકે છે રાજ્યના નવા મુખ્યમંત્રી

પણજી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ પેદા થયેલા રાજકીય સંકટ વચ્ચે સુત્રો અનુસાર વરિષ્ઠ ભાજપ નેતા અને વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંત રાજ્યનાં નવા મુખ્યમંત્રી બની શકે છે. સુત્રો અનુસાર ભાજપ અને સહયોગી દળોની સમગ્ર રાતે ચાલેલી વાતચીત બાદ પ્રમોદ સાવંત સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. પર્રિકર (63)નું પણજી નજીક તેમના આવાસ ખાતે રવિવારે સાંજે નિધન થઇ ગયું. તેઓ ગત્ત એક વર્ષથી અગ્નાશયના કેન્સર સામે લડી રહ્યા હતા. 

એમજીપીના કારણે સમગ્ર કોકડુ ગુંચવાયું
એવા પણ સમાચારો આવી રહ્યા છે કે રાજ્યની સૌથી જુના ક્ષેત્રીય દળ એમજીપીના કારણે ભાજપ અને સહયોગી દળોની વચ્ચે હજી સુધી એકાત્મતા નથી જળવાઇ. આ અંગે ભાજપના ધારાસભ્ય માઇકલ લોબોએ જણાવ્યું કે મોડી રાત્રે પહોંચેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી રાજ્યમાં ભગવા પાર્ટી અને ગઠબંધન સહયોગી દળોની વચ્ચે કોઇ સામાન્ય સંમતી સાધી શક્યા નથી. 

લોબોના અનુસાર ત્રણ ધારાસભ્યોવાળી ગોમાંતક પાર્ટી (એમજીપી)ના ધારાસભ્ય સુદીન ધવલીકર પોતે મુખ્યમંત્રી બનવાનો દાવો ઠોકી રહ્યા છે. આ કારણે હજી સુધી સંપુર્ણ સ્થિતી સ્પષ્ટ નથી થઇ શકી. લોબો આખી રાત ચાલેલી બેઠક બાદ એક હોટલનાં પત્રકારોને કહ્યું કે, સુદીન ધવલીકર પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે જ્યારે ભાજપ ઇચ્છે છે કે ગઠબંધનનાં નેતા તેનાં જુથનાં હોવા જોઇએ. અમે કોઇ પણ નિર્ણય પર પહોંચી જઇશું. 

અગાઉ ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) પ્રમુખ વિજય સરદેસાઇએ કહ્યું કે, પાર્ટીઓ હાલ કોઇ નિષ્કર્ષ સુધી પહોંચી નથી. પર્રિકરનાં નિધન બાદ 40 સભ્યોની ગોવા વિધાનસભામાં સભ્યોની સંખ્યા 36 રહી છે. ભાજપ ધારાસભ્ય ફ્રાંસિસ ડિસુજનું ગત મહિને નિધન થઇ ગયું હતું. જ્યારે 2 કોંગ્રેસી ધારાસભ્યોએ ગત્ત વર્ષે જ રાજીનામા આપી દીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news