ખેડૂતો બેહાલ! બાળકની ચોકલેટ કરતાં પણ સસ્તામાં વેચાય છે ગુજરાતમાં લસણ અને કોબીજ

ગુજરાતમાં સરકાર ખેડૂતો માટે મસમોટી વાતો કરે છે પણ ખેડૂતો પાયમાલ તઈ રહ્યાં છે. રાજ્ય સરકારના વચનો ખોખલા સાબિત થઈ રહ્યાં છે. ખેડૂતોને પાકના ભાવ મળી રહ્યાં નથી. આણંદ જિલ્લામાં કોબીજની ખેતી કરનારા ખેડૂતો પાયમાલ બની ગયા છે. કોબીજના ભાવ તળિયે જતાં ખેડૂતો બેહાલ બન્યા છે.

ખેડૂતો બેહાલ! બાળકની ચોકલેટ કરતાં પણ સસ્તામાં વેચાય છે ગુજરાતમાં લસણ અને કોબીજ

ગુજરાતમાં સરકાર ખેડૂતો માટે મસમોટી વાતો કરે છે પણ ખેડૂતો પાયમાલ તઈ રહ્યાં છે. રાજ્ય સરકારના વચનો ખોખલા સાબિત થઈ રહ્યાં છે. ખેડૂતોને પાકના ભાવ મળી રહ્યાં નથી. આણંદ જિલ્લામાં કોબીજની ખેતી કરનારા ખેડૂતો પાયમાલ બની ગયા છે. કોબીજના ભાવ તળિયે જતાં ખેડૂતો બેહાલ બન્યા છે. 1 રૂપિયાના ભાવે કોબીજ વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે. કોબીજનો યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો ખોટની ખેતી કરી રહ્યાં છે. ખેડૂતો એવા કંટાળ્યા છે કે કોબીજના ખેતરોમાં પશુઓ ચરવા છૂટા મૂક્યા છે.

આ જ સ્થિતિ રાજકોટની છે.  5 રૂપિયામાં બાળકોની ચોકલેટ પણ આવતી નથી પરંતુ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયામાં એક કિલો લસણ મળી રહ્યું છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે અમારા રિપોર્ટર જ્યારે બેડી માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા ત્યારે ખેડૂતોએ ફરિયાદ કરી કે લસણના કિલોના ભાવ 5થી 8 રૂપિયા બોલાઈ રહ્યા છે. જ્યારે મણ લસણ તૈયાર કરતાં 500 રૂપિયાનો ખર્ચ થાય છે. મણના ભાવ 100થી 150 રૂપિયા મળતાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળતો નથી ત્યારે ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે લસણના પોષણક્ષમ ભાવ મળે. નહીં તો ખેડૂતોએ રાતા પાણીને રોવાનો વારો આવશે.

આ તો ફક્ત 2 પાકની વાત થઈ. થોડા દિવસ પહેલાં જ સરકાર મસમોટા ટેકાના ભાવની ભલામણો કરતી જાહેરાતો કરી હતી.  ખરી વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને પાકના ભાવ મળી રહ્યાં નથી. સરકાર ફક્ત કાગળો પર કૃષિ વિકાસનું ગુલાબી ચિત્ર બતાવી રહી છે પણ વાસ્તવિકતા અલગ છે. આ ખેડૂતોની હાલત ખરાબ બની ગઈ છે અને સરકાર આંખે પાટા બાંધીને બેઠી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news