G20 Summit 2023 Dinner: વિદેશી મહેમાનો માટે દેશી સ્વાદથી ભરેલી પ્લેટ, G20 ગાલા ડિનરમાં ભારતીય વાનગીઓનું આ છે લિસ્ટ

G20ની પ્લેટમાં ભારતના વિવિધ રાજ્યોનો સ્વાદ મૂકવામાં આવ્યો છે. G20ની પ્લેટમાં ભારતના વિવિધ રાજ્યોનો સ્વાદ મૂકવામાં આવ્યો છે.

G20 Summit 2023 Dinner: વિદેશી મહેમાનો માટે દેશી સ્વાદથી ભરેલી પ્લેટ, G20 ગાલા ડિનરમાં ભારતીય વાનગીઓનું આ છે લિસ્ટ

નવી દિલ્હીઃ G20 Summit 2023 Dinner: G20ની થાળીમાં ભારતના વિવિધ રાજ્યોનો સ્વાદ રાખવામાં આવ્યો છે. જેમાં બિહારના પ્રખ્યાત લિટ્ટી ચોખા, બાજરી વડે બનાવેલ રાજસ્થાની દાલ બાટી ચુરમા, બંગાળી રસગુલ્લા, પંજાબની પ્રખ્યાત દાલ તડકા, દક્ષિણ ભારતના ઉત્તપમ, ઈડલી અને મસાલા ઢોસા, ઉરુલાઈ વથક્કલ, માલાબાર પરાઠા, ઈડલી સાંભર, ઓનિયન ચીલી ઉત્તપમ, મૈસુરના ઢોસાનો સમાવેશ થાય છે. ચાંદની ચોકની સ્વાદિષ્ટ વાનગીઓ પણ સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત G20 સમિટમાં ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પહોંચ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓના સ્વાગત, રહેવા અને ભોજનની ખાસ કાળજી રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિદેશી મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે (9 સપ્ટેમ્બર) ના રોજ આયોજિત રાત્રિભોજન માટે વિશેષ વાનગીઓની સૂચિ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં દેશના વિવિધ રાજ્યોની સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ G20 ના ડિનર મેનુમાં શું છે?

G20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓના નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધીના મેનુમાં 500થી વધુ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશી ફૂડ વિશે વાત કરીએ તો દેશી ફૂડમાં દહીં ભલ્લા, સમોસા, ભેલપુરી, વડા પાવ, ચટપટી ચાટ, ગોલગપ્પા, દહીં પુરી, સેવ પુરી, મિર્ચી વડા, બિકાનેરી દાળ પરાઠા, પલાશ, લીલવા કચોરી, આલુ દિલ ખુશ, ટિક્કી અને જોધપુરીનો સમાવેશ થાય છે. જોધપુરી કાબુલી પુલાવનો સમાવેશ થાય છે. બાજરીમાંથી બનતી વાનગીઓમાં સમોસા, પરાઠા, ખીર અને હલવાને સામેલ કરાયો છે.

સલાડ પણ ખૂબ જ ખાસ છે
સલાડમાં ટૉસ્ડ ઈન્ડિયન ગ્રીન સલાડ, પાસ્તા અને શેકેલા વેજીટેબલ સલાડ અને ચણા સુંદલનો સમાવેશ થાય છે. પનીર લબાબદાર (ઉત્તર પ્રદેશનું ભોજન), પોટેટો લીયોનેઝ, સબ્ઝ કોરમા (આંધ્ર પ્રદેશનું ભોજન), કાજુ મટર મખાના, અરબિયાટા સોસમાં પેની સામેલ છે.

તંદૂરી રોટી, બટર નાન અને કુલચા
અન્ય વાનગીઓમાં જુવાર દાળ તડકા, પ્યાઝ જીરા પુલાવ (પંજાબી વાનગી), તંદૂરી રોટી, બટર નાન, કુલચાનો સમાવેશ થાય છે. સાથે કાકડી રાયતા, આમલી અને ખજૂરની ચટણી, અથાણું મિક્સ, સાદા દહીંનો સમાવેશ કરવામાં આવશે.

મીઠાઈમાં પણ એક સ્વાદિષ્ટ વાનગી
ડેઝર્ટ મેનુમાં જલેબી, કુટ્ટુ માલપુઆ (ઉત્તર પ્રદેશ સ્પેશિયલ), કેસર પિસ્તા રસમલાઈ (ઓડિશા સ્પેશિયલ), ગરમ અખરોટ અને આદુનો હલવો, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, બ્લેક કરન્ટ આઈસ્ક્રીમ, ગુલાબ જામુન, રસમલાઈ, મલાઈ ઘેવર, ગુલાબ ચુરમા, પિસ્તા કુલ્ફી, ગોંદ નો હલવો, શ્રીખંડ, ફાલુદા સાથે મલાઈ કુલ્ફી, કેસર પિસ્તા-ઠંડાઈ, સેવૈયા, દાળ-બદામનો હલવો, મિશ્રી માવો, ખીર, ગાજરનો હલવો, મોતીચૂર લાડુ, ડ્રાયફ્રુટ્સ મીઠાઈ, અખરોટ-અંજીરનો હલવો, અંગૂરી રસમલાઈ, સફરજન અને જોધપુરી માવા કચોરી સામેલ કરાઈ છે.

થાઈ અને ડેનિશ ભોજનનો પણ સમાવેશ થાય છે
મેનુમાં થાઈ અને ડેનિશ વાનગીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં કકુંબર વેલીશ કૈબેજ, ડેનમાર્કની ડેનિશ બ્રેડ રોલ, ડેઝર્ટમાં સિઝલિંગ બ્રાઉની, હેઝલનટ અને સિનમોમ આઈસ્ક્રીમ અને કેકનો સમાવેશ થાય છે.

રાત્રિભોજન માટે આ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. ફૂડ સર્વિંગ સ્ટાફ ખાસ ડ્રેસમાં રહેશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news