UPA સમયે રાફેલ ડીલ માટે અપાઈ હતી લાંચ, ફ્રાન્સના મેગેઝીનનો ચોંકાવનારો દાવો
મીડિયાપાર્ટની તપાસ મુજબ દસોલ્ટ એવિએશને 2007 અને 2012 વચ્ચે મોરેશીયસમાં વચેટિયાને લાંચની ચૂકવણી કરી.
Trending Photos
નવી દિલ્હી: ભારત સાથે રાફેલ ડીલ અંગે ફ્રાન્સીસી મેગેઝીન 'મીડિયાપાર્ટ' એ લાંચ અંગેનો નવો દાવો કર્યો છે. મેગેઝીને દાવો કર્યો હતો કે ફ્રાન્સીસી વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશન (Dassault Aviation) એ ભારત સાથે આ ડીલ મેળવવામાં મદદ કરવા માટે એક વચેટિયાને ગૂપચૂપ રીતે લગભગ 7.5 મિલિયન યૂરોની ચૂકવણી કરી અને દસોલ્ટને આ લાંચ રકમ આપવામાં સક્ષમ કરવા માટે કથિત રીતે નકલી બિલોનો ઉપયોગ કરાયો.
2007થી 2012 વચ્ચે અપાઈ લાંચ
મીડિયાપાર્ટની તપાસ મુજબ દસોલ્ટ એવિએશને 2007 અને 2012 વચ્ચે મોરેશીયસમાં વચેટિયાને લાંચની ચૂકવણી કરી. મેગેઝીને જુલાઈમાં રિપોર્ટ આપ્યો હતો કે 36 રાફેલ ફાઈટર વિમાનોની આપૂર્તિ માટે ભારત સાથે 59,000 કરોડ રૂપિયાની આંતર-સરકારી ડીલમાં સંદિગ્ધ ભ્રષ્ટાચાર અને પક્ષપાતની 'અત્યંત સંવેદનશીલ' ન્યાયિક તપાસનું નેતૃત્વ કરવા માટે ફ્રાન્સીસી જજને નિયુક્ત કરાયા છે. રક્ષા મંત્રાલય અને દસોલ્ટ એવિએશન તરફથી આ લેટેસ્ટ રિપોર્ટ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
મેગેઝીનનો દાવો
મેગેઝીને પોતાના નવા રિપોર્ટમાં રવિવારે કહ્યું કે મીડિયાપાર્ટ આજે કથિત ફેક બિલ પબ્લિશ કરી રહી છે જેના દ્વારા ફ્રાન્સીસી વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશન દ્વારા ભારતને 36 રાફેલ ફાઈટર વિમાનોના વેચાણને અંતિમ સ્વરૂપ આપવામાં મદદ કરવા માટે એક વચેટિયાને ઓછામાં ઓછા 75 લાખ યુરોના ગુપ્ત કમિશનની ચૂકવણી કરવામાં આવી. પત્રિકાએ આરોપ લગાવ્યો કે 'આવા દસ્તાવેજો' હોવા છતાં ભારતીય તપાસ એજન્સીઓએ આ મામલે આગળ નહીં વધવાનો નિર્ણય લીધો.
કોણ છે વચેટિયું?
રિપોર્ટમાં દાવો કરાયો છે કે તેમાં ઓફશોર કંપનીઓ, સંદિગ્ધ એગ્રીમેન્ટ અને 'નકલી' બિલ સામેલ છે. મીડિયાપાર્ટ એ ખુલાસો કરી શકે છે કે ભારતના સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ પાસે ઓક્ટોબર 2-18થી એ વાતના પુરાવા હતા કે ફ્રાન્સીસી વિમાન કંપની દસોલ્ટે વચેટિયા સુશેન ગુપ્તાને ગુપ્ત કમીશનમાં ઓછામાં ઓછા 75 લાખ યૂરો (લગભગ 65 કરોડ રૂપિયા)ની ચૂકવણી કરી હતી. રિપોર્ટમાં કહેવાયું કે આ 2016માં 7.8 અબજ યૂરોની ડીલ મેળવવા માટે ફ્રાન્સીસી કંપનીના લાંબા અને સફળ પ્રયાસ સંબંધિત હતું જેથી કરીને તેના 36 રાફેલ ફાઈટર વિમાનો ભારતને વેચી શકાય.
ભાજપનો પ્રહાર
આ દાવા બાદ ભાજપના આઈટી વિભાગના પ્રભારી અમિત માલવિયે કોંગ્રેસ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે યુપીએ શાસન દરમિયાન લાંચની ચૂકવણી કરાઈ હતી. માલવિયે ટ્વીટ કરીને કહ્યું કે, 'દસોલ્ટે 2--4-2013 દરમિયાન વચેટિયા સુશેન ગુપ્તાને રાફેલ વેચવા માટે 1.46 કરોડ યૂરોની ચૂકવણી કરી. યુપીએ લાંચ લઈ રહ્યું હતું પરંતુ ડીલને અંતિમ સ્વરૂપ ન આપી શકી. એનડીએએ બાદમાં તે રદ કરી નાખી અને ફ્રાન્સ સરકાર સાથે કરાર કર્યો, જેનાથી રાહુલ ગાંધી પરેશાન થઈ ગયા.' એનડીએ સરકારે 23 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય યુવાસેના માટે 36 રાફેલ જેટ વિમાન ખરીદવા માટે ડીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે