શહલા રશીદના પિતાએ પુત્રીના આરોપ પર કર્યો પલટવાર, પૂછ્યા આ સવાલ 

જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની શહલા રશીદના પિતા અબ્દુલ રશીદે મંગળવારે એકવાર ફરીથી તેમની પુત્રી પર આરોપ લગાવ્યા. અબ્દુલ રશીદના આરોપો પર જ્યારે શહલા રશીદે ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા તો જવાબમાં અબ્દુલ રશીદે આ  તમામ આરોપો ફગાવ્યા. તેમણે એકવાર ફરીથી શહલાના ફંડની તપાસની માગણી કરી
શહલા રશીદના પિતાએ પુત્રીના આરોપ પર કર્યો પલટવાર, પૂછ્યા આ સવાલ 

નવી દિલ્હી: જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની શહલા રશીદના પિતા અબ્દુલ રશીદે મંગળવારે એકવાર ફરીથી તેમની પુત્રી પર આરોપ લગાવ્યા. અબ્દુલ રશીદના આરોપો પર જ્યારે શહલા રશીદે ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા તો જવાબમાં અબ્દુલ રશીદે આ  તમામ આરોપો ફગાવ્યા. તેમણે એકવાર ફરીથી શહલાના ફંડની તપાસની માગણી કરી

પિતા અબ્દુલ રશીદના શહલા પર આરોપ
શહલા રશીદના પિતા અબ્દુલ રશિદે કહ્યું કે મારી ઉપર વ્યક્તિગત આરોપ લગાવવામાં આવ્યા છે. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. જો મારા પર ડોમેસ્ટિક વાયલન્સના ચાર્જિસ લગાવ્યા છે તો છોડી પણ મૂક્યો છે. અમારો કોઈ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ નથી. 

— ANI (@ANI) December 1, 2020

અબ્દુલ રશીદે પુત્રી શહલા પર આરોપ લગાવતા કહ્યું કે કાશ્મીર પોલીટિક્સમાં કૂદવા માટે તેનો શું એજન્ડા છે? શું કરવા આવી છે કાશ્મીર? નેશનલ કોન્ફરન્સમાં કેમ આવી? જો હું મારતો હોઉ તો મારા વિરુદ્ધ 3 થી 4 વાર એફઆઈઆર થઈ હશે. હું ઈચ્છું છું કે એકવાર તપાસ થઈ જાય. હું ભાગતો ભાગતો એટલા માટે આવ્યો કારણ કે મને ધમકી મળી હતી. SHOએ મારો સાથ આપ્યો નહીં. 

તેમણે વધુમાં કહ્યું કે શહલાએ પાર્ટી બનાવી અને પછી અમેરિકા જતી રહી. તેના તમામ ફંડ દેશ વિરોધી તાકાતો પાસેથી આવે છે. કોઈ રાષ્ટ્રીય પાર્ટી તેને ફંડ નહીં આપે. મે ડીજી સર પાસે સુરક્ષા માંગી છે અને તેના તમામ ફંડની તપાસનો આગ્રહ કર્યો છે. 

પિતાના આરોપો પર શહલાએ આપ્યું આ નિવેદન
પિતા અબ્દુલ રશીદના ગંભીર આરોપો પર શહલા રશીદે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવાની કોશિશ કરી. શહલા રશીદે પિતાના તમામ આરોપોને ફગાવતા કહ્યું કે મારા પિતાએ મારા પર જે આરોપ લગાવ્યા છે તે એક જૂના કેસ સાથે જોડાયેલા છે. 

— Shehla Rashid (@Shehla_Rashid) November 30, 2020

તેણે ટ્વીટમાં લખ્યું કે મારા જૈવિક પિતાએ મારી માતા, બેહન અને મારા પર ગંભીર આરોપ લગાવ્યા છે, તો એવામાં હું સ્પષ્ટ કરી દઉ કે તેઓ પત્નીને પીટનારા, બીજાને ગાળો બોલનારા વ્યક્તિ છે. તેણે પિતાને ભ્રષ્ટાચારી સુદ્ધા ગણાવી દીધા. તેણે વધુમાં લખ્યું કે આ આરોપો બાદ અમે આખરે તેમના પર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. 

શહલાએ કહ્યું કે આ કોઈ રાજનીતિક મામલો નથી પરંતુ અમારો કૌટુંબિક મામલો છે. જ્યારથી કોર્ટે તેમને અમારા ઘરમાં ઘૂસવા પર રોક લગાવી છે ત્યારથી તેઓ આવી હરકતો કરીને કાયદાકીય પ્રક્રિયાને ભરમાવવાની કોશિશ કરે છે. 

પહેલા પિતાએ પુત્રી પર લગાવ્યા હતા આરોપ
સોમવારે શહલા રશીદના પિતાએ કહ્યું હતું કે જે લોકો આજે ટેરર ફંડિંગમાં NIAની કસ્ટડીમાં છે પછી ભલે તે નેતા હોય કે બિઝનેસમેન આવામાં આતંકી ગતિવિધિઓમાં ક્યાંકને ક્યાંક તેનો પણ સાથ જરૂર જોવા મળી રહ્યો છે. અને આવું તેણે કેમ કર્યું તે તેમની સમજ બહાર છે. મેં તેને ઘણીવાર સમજાવ્યું કે આ બધી વસ્તુઓથી દૂર રહો પરંતુ હવે મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. 

જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની શહલા રશીદના પિતા અબ્દુલ રશીદે આરોપ લગાવ્યો કે તેને મોઢું બંધ રાખવા માટે પૈસા પણ ઓફર કરવામાં આવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news