દિગ્ગજ રાજનેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. તેમની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. જગન્નાથ મિશ્રા ત્રણવાર બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
Trending Photos
નવી દિલ્હી: બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. તેમની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. જગન્નાથ મિશ્રા ત્રણવાર બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
જગન્નાથ મિશ્રા 1975થી 1977, 180થી 1983 અને 1989થી 1990ના સમયગાળામાં બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતાં. લાંબા સમય સુધી જગન્નાથ મિશ્રા સક્રિય રાજકારણમાં રહ્યાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ રાજકારણથી દૂર હતાં.
જગન્નાથ મિશ્રા કોંગ્રેસના કદાવર નેતાઓમાંથી એક હતાં. ચારા કૌભાંડમાં પણ જગન્નાથ મિશ્રાનું નામ સંડોવાયું હતું. કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતાં. કોર્ટે તેમના પર 20,000 રૂપિયા દંડ અને ચાર વર્ષની સજા સંભળાવી હતી. જો કે ત્યારબાદ મેડિકલ ગ્રાઉન્ડ પર તેમને જામીન મળ્યાં હતાં.
જુઓ LIVE TV
જગન્નાથ મિશ્રા અને કર્પૂરી ઠાકુર બિહારના એવા મુખ્યમંત્રી મનાય છેકે જે પંચાયત સુધીના નેતાઓ અને કાર્યકરોના નામ અને ઘરના એડ્રસ સુદ્ધા યાદ રાખતા હતાં અને તેમને પત્ર પણ લખતા હતાં. તેઓ રાજકારણનું બેગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવતા હતાં અને તેમના મોટા ભાઈ લલિત નારાયણ મિશ્રા પણ રેલ મંત્રી હતાં.
જગન્નાથ મિશ્રા વૈચારિક રીતે ભલે કોંગ્રેસી હતાં પરંતુ ત્યારબાદ તેઓ વૈચારિક ઘર્ષણના કારણે શરદ પવારની પાર્ટી એનસીપીમાં ગયા હતાં. ઈન્દિરા ગાંધીના સમયથી તેઓ સતત રાજકારણમાં મજબુત રહ્યાં. રાજીવ ગાંધીનો સમય આવ્યો અને પીવી નરસિંહા રાવ સાથે પણ તેમના સારા સંબંધ રહ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે