લોકડાઉનની પર્યાવરણ પર સકારાત્મક અસર: નર્મદાનું પાણી મિનરલ વોટર કરતા પણ શુદ્ધ
Trending Photos
ઓમકારેશ્વર : લોકડાઉનનાં કારણે સમગ્ર દેશના ઉદ્યોગો બંધ છે. તેની અસર પર્યાવરણ પર પણ જોવા મળી રહી છે. ગંગા યમુના અને નર્મદા સહિત અનેક નદીઓનું પાણી સ્વચ્છ થવા લાગ્યું છે. આ એક મહિના પહેલા સુધી અનેક હિસ્સાઓમાં મેલી દેખાતી નર્મદાનું પાણ હાલ મિનરલ વોટર જેટલું ચોખ્ખું દેખાય છે. નર્મદા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) ના પ્રબંધક એસકે વ્યાસે જણાવ્યું કે, નર્મદા જળનું માનક મિનરલ વોટર જેવું થઇ ચુક્યું છે. અમારા વિભાગ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી છે. નર્મદા જળમાં અનેક પ્રકારની ઔષધિઓ, જડી બુટ્ટીઓ પણ સમાહિત થાય છે. તે પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
તીર્થનગરીનાં વિદ્વાન અને વરિષ્ઠ આચાર્ય સુભાષ મહારાજ વેદમાતા ગાયત્રી મંદિરે જણાવ્યું કે, ઓમકારેશ્વરમાં 25 વર્ષ પહેલા નર્મદાનું જળ આવું જ શુદ્ધ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમકારેશ્વર સામાન્ય દિવસોમાં 5 હજાર જ્યારે તહેવારોમાં 2 લાખ તીર્થ યાત્રીઓ આવે છે.
નર્મદા જળનું ટીડીએસ પહેલા 126 મિલીગ્રામયલીટર મપાયું હતું જે ઘટીને 100 કરતા પણ ઓછુ થઇ ગયું. મિનરલ વોટરનું ટીડીએસ 55થી 60 મિલીગ્રામયલીટર મેંટેન કરે છે. પણી હળવું લીલું દેખાવા લાગ્યું છે. જેનો અર્થ છે કે પાણીની ટર્બિડિટી 10 એનટીયુ કરતા પણ ઓછી છે. પારદર્શઇતા પણ ખુબ જ વધી ગઇ છે. હાલના સમયમાં દસ 10 ઉંડાઇ સુધી બધુ જ સ્પષ્ટ જોઇ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે