બિહાર વિધાનસભાનું પ્રથમ સત્ર 23 નવેમ્બરે, પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે


 એનડીએમાં સામેલ દળ તરફથી 14 મંત્રીઓએ પણ પદના શપથ લીધા છે. હવે બિહારમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવાની છે. 23 નવેમ્બરે બિહારની નવી વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે. 

બિહાર વિધાનસભાનું પ્રથમ સત્ર 23 નવેમ્બરે, પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ સોમવારે નીતીશ કુમારે પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એનડીએમાં સામેલ દળ તરફથી 14 મંત્રીઓએ પણ પદના શપથ લીધા છે. હવે બિહારમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવાની છે. 23 નવેમ્બરે બિહારની નવી વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે. 

આ દરમિયાન સૌથી પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણુક કરવામાં આવશે જે નવા ધારાસભ્યોને શપથ અપાવશે. ત્યારબાદ બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થશે. વિધાનસભા સ્પીકરની ચૂંટણીનો નિર્ણય ખુબ મહત્વનો છે. તેની પાછળ તે કારણ છે કે એનડીએની પાસે કુલ 125 ધારાસભ્ય છે જે સરકાર બનાવવાના આંકડાથી માત્ર ત્રણ વધુ છે. તેવામાં પ્રદેશમાં સરકારની સ્થિરતા માટે ભાજપ પોતાના ખાસ નેતાને આ પદ સોંપવા ઈચ્છે છે.

કેમ સુશીલ મોદીનું પત્તુ કપાયું? દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યો આગળનો પ્લાન  

સૂત્રો પ્રમાણે ભાજપ નેતૃત્વ નંદકિશોર યાદવને વિધાનસભાના સ્પીકર બનાવી શકે છે. નંદકિશોર યાદવ પટના સાહિબ વિધાનસભાથી સતત સાતમી વખત જીત્યા છે. નંદકિશોર યાદવ બિહાર ભાજપના મોટા નેતા તરીકે જાણીતા છે. નંદકિશોર યાદવ પાછલી નીતીશ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. 

આ પહેલા શપથ ગ્રહણ બાદ સીએમ નીતીશ કુમારે મીડિયાને કહ્યુ કે, ફરી જવાબદારી મળી છે, તેને તે નિભાવશે. તો સુશીલ મોદી પર મીડિયાના સવાલોનો જવાબ આપ્યો નહીં. નીતીશ કુમારે કહ્યુ કે, સુશીલ મોદીને નાયબ મુખ્યમંત્રી ન બનાવવાનો નિર્ણય ભાજપનો છે. આ સવાલ ભાજપને પૂછવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news