આજથી દેશભરમાં Fastagનો અમલ શરૂ, વાહન ચલાવનાર દરેક વ્યક્તિ માટે મહત્વનો છે આ નિયમ
Trending Photos
અમદાવાદ :આજથી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ (Fastag) ફરજિયાત કરવામાં આવ્યું છે. દેશના તમામ ધોરીમાર્ગો પરથી પસાર થવા માટે વાહનમાં ફાસ્ટેગ નહિ હોય તો ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે. જે વાહનોમાં ફાસ્ટેગ નહિ હોય તેમણે ગુજરાત (Gujarat) સહિત દેશનાં તમામ ટોલ બૂથ પર દરેક વખતે બે ગણો ટેક્સ ભરવો પડશે. કેન્દ્ર સરકાર (BJP Government) તરફથી ફાસ્ટેગ ફરજિયાત કરવાનાં જે કારણો છે તેમાંથી એક છે ટોલ બૂથ પર લાંબી લાઈનોમાથી મુક્તિ. બીજું કારણ છે સમયનો બચાવ અને ત્રીજું કારણ છે તમામ ટોલ પ્લાઝાને માનવ રહિત કરાશે. તો હવે ટેકનોલોજીની મદદથી તમારો ટોલ ટેક્સ કપાશે.
6 મહિનામાં બીજી વાર Amulએ દૂધના ભાવમાં વધારો કર્યો, આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો
કેશબેક ઓફરનો ફાયદો
ફાસ્ટેગ સિસ્ટમ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજી પર કામ કરે છે. જેમાં વાહન ચાલક ટોલ ટેક્સ પર રોકાયા વગર પેમેન્ટ કરી શકશે. આ નિર્ણયથી ઈંધણ અને સમય બંનેની બચત થશે. જે વાહનોમાં ફાસ્ટેગ નથી તે વાહનો માટે અલગથી ડબલ ટેક્સ લાઈન રાખવામાં આવી છે. ફાસ્ટેગનો ઉપયોગ કરનારા વાહનચાલકોને કેશબેક ઓફરનો લાભ પણ મળશે.
ફાસ્ટેગનો ગુજરાતમાં વિરોધ
સુરત જિલ્લાના કામરેજ ટોલનાકા પર ટેક્સ લેવાના મુદ્દે સ્થાનિક લોકો આજે ઉગ્ર વિરોધ નોંધાવવાના છે. કોંગ્રેસ અને સ્થાનિક સંગઠનોએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. સ્થાનિકોએ કામરેજ-ભાટીયાના ટોલગેટ પાસે ફાસ્ટેગ ટોલ ટેક્સમાંથી સંપૂર્ણ રાહતની માગ કરી છે. આ માટે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ માગણીને ફગાવી દેવાતાં ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે