Farmers tractor Rally: હિંસક બન્યા કિસાનો, યોગેન્દ્ર યાદવે હાથ જોડી શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અપીલ કરી
યોગેન્દ્ર યાદવે કહ્યુ, જો કોઈ વર્દીવાળા પર વાહન ચઢાવવાનો પ્રયાસ કર્યો તો તે નિંદનીય છે, સંપૂર્ણ રીતે અનુશાસનથી બહાર છે. આ ધૃણિત છે અને સ્વીકાર્ય નથી. અમે વારંવાર અપીલ કરતા રહ્યા છીએ કે વર્દીમાં જે જવાન છે તે કિસાન છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર કિસાનોની ટ્રેક્ટર રેલી (Kisan Tractor Rally) એ હિંસક પ્રદર્શનનું રૂપ લઈ લીધુ છે. દેશની રાજધાની દિલ્હીથી કિસાન અને પોલીસ વચ્ચે ઘર્ષણની ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે. પ્રદર્શનકારીઓના ટોળાએ લાલ કિલામાં કૂચ કરી પોતાનો ઝંડો ફરકાવી દીધો છે. સ્તિતિ કાબુમાં કરવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વચ્ચે નેતા અને સંયુક્ત કિસાન મોર્ચાના સભ્ય યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav) સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. યોગેન્દ્ર યાદવે કિસાનોને અપીલ કરી છે કે તે કોઈ પ્રકારની હિંસા અને તોડફોડમાં સામેલ ન થાય.
વર્દીમાં ઉભેલો જવાન અમારા માટે કિસાન
યોગેન્દ્ર યાદવે કહ્યુ, જો કોઈ વર્દીવાળા પર વાહન ચઢાવવાનો પ્રયાસ કર્યો તો તે નિંદનીય છે, સંપૂર્ણ રીતે અનુશાસનથી બહાર છે. આ ધૃણિત છે અને સ્વીકાર્ય નથી. અમે વારંવાર અપીલ કરતા રહ્યા છીએ કે વર્દીમાં જે જવાન છે તે કિસાન છે અને અમારે તેની સાથે કોઈ ઝગડો નથી. જો કોઈપણ હરકત થઈ છે તો અમે તેની નિંદા કરીએ છીએ.
પોલીસે જે રૂટ આપ્યો, તેનું પાલન કરો
પ્રદર્શનકારીઓને અપીલ કરતા યોગેન્દ્ર યાદવે કહ્યુ, બીજીવાર અપીલ કરુ છું કે સંયુક્ત કિસાન માર્ચાના તમામ કિસાનોને પોલીસે જે રૂટ આપ્યો છે. તેમાં પ્રદર્શન કરે. આપણા તરફથી કોઈ હિંસા કે તોડફોડ ન થાય. યોગેન્દ્ર યાદવે કહ્યુ, હું જાણુ છું કે 90 ટકા લોકોએ શાંતિ રાખી પરંતુ 2-5 ટકા લોકોને કારણે આંદોલન બદનામ થઈ રહ્યું છે.
લાલ કિલ્લામાં કિસાનોનો ધ્વજ ફરકાવવો ખોટો
કિસાનોની હિંસા પર યોગેન્દ્ર યાદવે કહ્યુ, અમે તપાસ કરીશું કે આંદોલનમાં હિંસા કોણે ફેલાવી. કિસાનોની બબાલ શરમનો વિશય છે, લાલ કિલ્લાના પ્રાચીરમાં કિસાનોનો ઝંડો ફરકાવવો ખોટો છે. પ્રદર્શનકારી કિસાનોને શાંતિની અપીલ કરુ છું.
કિસાન નેતાઓ પાછળ હટી ગયા
પ્રદર્શનકારીઓના હંગામા અને પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાના પ્રયાસ પર કિસાન નેતાઓ પોતાની જવાબદારીથી દૂર થઈ ગયા છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે કહ્યુ કે, તેમને હિંસાની કોઈ જાણકારી નથી. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ, રેલી શાંતિપૂર્ણ થઈ રહી છે. મને તેની (હિંસક ઘર્ષણ) ની કોઈ જાણકારી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે