Greta Thunberg વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ, કિસાન આંદોલન પર ભડકાઉ ટ્વીટ કરવાનો આરોપ

Greta Thunberg: દિલ્હી પોલીસે ગ્રેટા વિરુદ્ધ કલમ 120B હેઠળ  આપરાધિક ષડયંત્ર અને કલમ 153A હેઠળ લોકો વચ્ચે નફરત ફેલાવવાનો કેસ દાખલ કર્યો છે.

 Greta Thunberg વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ, કિસાન આંદોલન પર ભડકાઉ ટ્વીટ કરવાનો આરોપ

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં રાજધાની દિલ્હીમાં આશરે અઢી મહિનાથી કિસાનોનું આંદોલન (Farmers Protest) ચાલી રહ્યું છે. આ આંદોલનને લઈને વિદેશી હસ્તિઓએ પણ ટિપ્પણી કરી છે. આ વચ્ચે સ્વીડનની રહેનારી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ના ભડકાઉ ટ્વીટને લઈને દિલ્હી પોલીસે તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગ્રેટા વિરુદ્ધ કલમ- 153 A, 120 B હેઠળ એફઆઈઆર નોંધી છે. આ બાબતે દિલ્હી પોલીસ પત્રકાર પરિષદ કરી રહી છે. 

હકીકતમાં ગ્રેટા થનબર્ગ  (Greta Thunberg) એ કિસાનોના સમર્થનમાં કરેલા પોતાના ટ્વીટમાં ભારતની સત્તામાં રહેલી પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા. ગ્રેટાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારત સરકાર પર કઈ રીતે દબાવ બનાવી શકાય છે. તેણે પોતાની કાર્ય યોજના સંબંધિત એક દસ્તાવેજ પણ શેર કર્યો, જે ભારત વિરોધી પ્રોપેગેન્ડા મુહિમનો ભાગ છે. તેની ખુબ નિંદા થઈ હતી. 

વિદેશ મંત્રાલયે નોંધાવ્યો હતો વિરોધ
ખેડૂત આંદોલન (Farmers Protest) ને લઈને ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના (Rihanna) , યુવા એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ની ટ્વીટ પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે પરોક્ષ રીતે કહ્યું કે ખેડૂત આંદોલન અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કે ટ્વીટ કરતા પહેલા મામલાની યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ તરફથી કરાયેલી ટ્વીટમાં કહવાયું છે કે અમે આગ્રહ કરીશું કે આવા મામલે કોમેન્ટ્સ કરતા પહેલા યોગ્ય ફેક્ટ્સની જાણકારી મેળવવામાં આવે અને તે અંગે વધુ સારી સમજ રાખો. આ અંગે જાણીતી હસ્તીઓ અને અન્ય લોકો તરફથી સોશિયલ મીડિયા હેશટેગ અને જે પણ કોમેન્ટ્સ થઈ રહી છે તે ન તો યોગ્ય છે કે ન તો જવાબદાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news