પહાડ બને એટલા કરોડો રૂપિયા ED એ માત્ર 4 વર્ષમાં જપ્ત કર્યા, આખરે આ રૂપિયા જાય છે ક્યાં?
Enforcement Directorate Raid: દરોડામાં ટેક્સ ચોરી કરવામાં આવેલા પૈસા અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે. શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે આ પૈસા ક્યાં જાય છે. શું તમે જાણો છો?
Trending Photos
Enforcement Directorate Government Agency: ED દરોડા પાડે છે અને દરોડામાં ટેક્સ ચોરી કરવામાં આવેલા પૈસા અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે. શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે આ પૈસા ક્યાં જાય છે. શું તમે જાણો છો? આજે અમે તમને જણાવીએ છીએ કે આખરે આ પૈસા ક્યાં જાય છે. ઇડીએ છેલ્લા 4 વર્ષમાં 67,000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી છે. ઇડી જ્યારે પણ દરોડા પાડે છે ત્યારે મોટાભાગની જગ્યાઓ પર તેમને સફળતા મળે છે. કરોડો રૂપિયા કેશ અને અન્ય સંપત્તી જપ્ત કરે છે. જ્યારે કોઈ સરકારી એજન્સી દરોડા પાડે છે તો તેને પેપર ડોક્યુમેન્ટ, કેશ, ગોલ્ડ, સિલ્વર અને અન્ય વસ્તુઓ મળી આવે છે. દરોડામાં જપ્ત કરાયેલી સંપત્તીનું અધિકારીઓ દ્વારા પંચનામું બનાવવામાં આવે છે. પંચનામામાં તેના હસ્તાક્ષર કરાવવામાં આવે છે જેની સપંત્તી જપ્ત કરવામાં આવી છે. ત્યારબાદ જે પ્રોપર્ટી સીઝ થયા છે તેને કેસ પ્રોપર્ટી કહેવામાં આવે છે.
હવે તમને જણાવી દઈએ કે, પંચનામામાં શું લખવામાં આવે છે. પંચનામામાં લખવામાં આવે છે કે કેટલા રૂપિયા મળી આવ્યા છે. કેટલા નોટના બંડલ છે. કઈ કરેન્સીના કેટલા નોટ છે, ઉ.દા- 200 ની કેટલી નોટ છે, 500 ની કેટલી નોટ છે. જપ્ત કરવામાં આવેલી કેશમાં કોઈ નોટ પર કોઇ નિશાન છે કે પછી તે નોટ પર કંઈ લખેલું છે તો તેની પણ ડિટેલ પંચનામામાં લખવામાં આવે છે. આવી કેશને તપાસ એજન્સી તેમની પાસે પુરાવા તરીકે રાખે છે અને કોર્ટમાં પ્રુફ તરીકે તેને રજૂ કરવામાં આવે છે. જ્યારે અન્ય કેશને તેઓ બેંકમાં જમા કરાવે છે.
તપાસ એજન્સીઓ જપ્ત કરેલા રૂપિયાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવે છે. કેટલાક કેસમાં તપાસ એજન્સીઓ પૈસા તેમની પાસે પણ રાખે છે અને આ પૈસા કેસની સુનાવણી પૂર્ણ થયા ત્યાં સુધી તેમની પાસે રહે છે. આ બધુ જ કેશ માટે હોય છે. પરંતુ જો પ્રોપર્ટી છે તો PMLA સેક્શન 5(1) હેઠળ તેને અટેચ કરવામાં આવે છે. કોર્ટમાં સંપત્તીની જપ્તી સાબિત કર્યા બાદ તે સંપત્તીને PMLA સેક્શન 9 હેઠળ સરકાર કબજે કરે છે. આ પ્રોપર્ટી પર લખવામાં આવે છે કે આ સંપત્તીની ખરીદી, વેચાણ અથવા તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
ત્યારે આ બધા વચ્ચે સૌથી ખાસ વાત એ છે કે, ED પીએમએલએ અનુસાર માત્ર 180 દિવસ સુધી પ્રોપર્ટીને પોતાની પાસે રાખી શકે છે. એટલે કે કોર્ટમાં જો આરોપી સાબિત થાય તો પ્રોપર્ટી સરકારની થઈ જાય છે અને જો આરોપી સાબિત ન થાય તો પ્રોપર્ટી જેની છે તેને પાછી મળી જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે ઈડી જે સંપત્તીને અટેચ કરે છે તે મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી તે સંપત્તીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ફાઈનલ નિર્ણય કોર્ટનો હોય છે કે પ્રોપર્ટી કોની પાસે જશે. એટલે કે કોર્ટ જો પ્રોપર્ટી સીઝ કરવાનો આદેશ આપે છે તો પ્રોપર્ટી પર હક સરકારનો થઈ જાય છે. જો ઇડી આરોપી પર આરોપ સાબિત કરી શકતી નથી તો પ્રોપર્ટી માલિકને તે પાછી આપવામાં આવે છે. ઘણી વખત કોર્ટ પ્રોપર્ટી માલિક પર થોડા ચાર્જીસ લગાવી પ્રોપર્ટી પાછી આપી દે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે