Punjab: ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી, CM ચન્નીના ભત્રીજાના ઠેકાણાઓ પર ED ના દરોડા
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડી પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીના ઠેકાણા પર દરોડા પાડી રહી છે. ઈડી ગેરકાયદેસર રેતી ખનના મામલે સીએમ ચન્નીના ભત્રીજા વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ભૂપિન્દર સિંહ હની સીએમ ચરણજીત સિંહ ચન્નીના ખુબ નીકટ ગણાય છે.
Trending Photos
ચંડીગઢ: પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડી પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીના ઠેકાણા પર દરોડા પાડી રહી છે. ઈડી ગેરકાયદેસર રેતી ખનના મામલે સીએમ ચન્નીના ભત્રીજા વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ભૂપિન્દર સિંહ હની સીએમ ચરણજીત સિંહ ચન્નીના ખુબ નીકટ ગણાય છે.
અત્રે જણાવવાનું કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગેરકાયદેસર રેતી ખનનો મુદ્દો મહત્વનો છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આ મુદ્દાને અનેકવાર ઉઠાવી ચૂક્યા છે.
નોંધનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાન 20 ફેબ્રુઆરીએ થશે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી એક તબક્કામાં જ થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે