Coronavirus: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, આર્થર રોડ જેલમાંથી હજારો કેદીઓને છોડી મૂકાશે

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. મુંબઈની આર્થર રોડ જેલમાં પણ કેટલાક કેદીઓ કોરોનાની ઝપેટમાં આવેલા છે. જેના કારણે મહારાષ્ટ્ર સરકારે 17 હજાર કેદીઓને છોડી મૂકવાનો નિર્ણય લીધો છે. 
Coronavirus: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, આર્થર રોડ જેલમાંથી હજારો કેદીઓને છોડી મૂકાશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. મુંબઈની આર્થર રોડ જેલમાં પણ કેટલાક કેદીઓ કોરોનાની ઝપેટમાં આવેલા છે. જેના કારણે મહારાષ્ટ્ર સરકારે 17 હજાર કેદીઓને છોડી મૂકવાનો નિર્ણય લીધો છે. 

મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર પ્રદેશની જેલોમાંથી 17,000 કેદી પેરોલ પર છોડી મૂકશે. આ માટે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે એક્સપર્ટને લઈને હાઈ પાવર કમિટી બનાવી હતી. જેમાં જસ્ટિસ એ એ સૈયદ, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સંજય ચાહંદે, જેલના ડીજીપી એસ એન પાંડે સામેલ હતાં. આ કમિટીએ રાજ્ય સરકારને કેદીઓને પેરોલ પર છોડી મૂકવાનું સૂચન આપ્યું હતું. 

રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે તેની જાણકારી આપતા કહ્યું કે જેમના પર ગંભીર કેસ ચાલુ છે તેમને છોડી મૂકવામાં નહીં આવે. મકોકા અને UAPA હેઠળ જેલમાં બંધ કેદીઓને રાહત મળશે નહીં.

મહારાષ્ટ્રમાં પોલીસકર્મીઓ પર હુમલાની ઘટના
દેશમુખના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં લોકડાઉનની શરૂઆત થયા બાદથી અત્યાર સુધીમાં કોવિડ 19 સંબંધિત મામલાઓને લઈને એક લાખ 4 હજાર કેસ નોંધાયા છે. આ દરમિયાન પોલીસ પર હુમલાની 212 ઘટનાઓ ઘટી છે. જેમાં 750 લોકોને પોલીસે અટકાયતમાં લીધા છે. 

જુઓ LIVE TV

રાજ્યમાં કોરોનાના કુલ કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ રાજ્યમાં કોવિડ 19 સંક્રમિતોની સંખ્યા 24 હજારને પાર કરી ગઈ છે. જ્યારે મોતનો આંકડો એક હજાર પર પહોંચવા જઈ રહ્યો છે. હાલ કુલ 24427 કોરોના કેસ નોંધાયા છે અને 921 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news