કોરોના સામે ભારતની લડાઈ બનશે વધુ મજબૂત, બાળકો માટે વધુ એક વેક્સીનને મળી મંજૂરી

કોર્બેવેક્સ વેક્સીનના બે ડોઝ 28 દિવસની અંદર લેવા પડશે. આ વેક્સીનને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવામાં આવે છે. 

કોરોના સામે ભારતની લડાઈ બનશે વધુ મજબૂત, બાળકો માટે વધુ એક વેક્સીનને મળી મંજૂરી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડાઈમાં ભારતને વધુ એક હથિયાર મળી ગયું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીએ) એ 12થી 18 વર્ષ સુધીના બાળકો માટે બાયોલોજિકલ ઈ કોરોના વેક્સીન કોર્બેવેક્સને ફાઇનલ મંજૂરી આપી દીધી છે. કોર્બેવેક્સ વેક્સીનને સ્નાયુઓ દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવશે અને 28 દિવસની અંદર બે ડોઝ લેવા પડશે. આ રસીનું સ્ટોરેજ બેથી 8 ડિગ્રી સેલ્સિયસ પર કરવામાં આવે છે. 

આ પહેલાં 14 ફેબ્રુઆરીએ ડીસીજીએની એક્સપર્ટ કમિટીએ કેટલીક શરતોની સાથે બાયોલોજિકલ ઈની કોવિડ-19 રસી કોર્બેવેક્સને ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ હતુ કે રસીકરણની વધારાની જરૂરીયાત અને તે માટે વધુ વસ્તીને સામેલ કરવાની સમીક્ષા નિયમિત રીતે કરવામાં આવે છે. ડીસીજીઆઈએ પહેલા કોર્બેવેક્સને પોતાની મંજૂરી 28 ડિસેમ્બરે સીમિત આધાર પર ઇમરજન્સી ઉપયોગ માટે આપી હતી. આ ભારતમાં કોવિડ-19 વિરુદ્ધ વિકસિત આરબીડી આધારિત વેક્સીન છે. 

— ANI (@ANI) February 21, 2022

અગાઉ, સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિડ-19 પર CDSCOની વિષય નિષ્ણાત સમિતિ (SEC) એ અરજી પર ચર્ચા કરી હતી અને ભલામણ કરી હતી કે બાયોલોજિકલ  Corbevax ને કટોકટીના ઉપયોગની અમુક શરતો હેઠળ 12 થી 18 વર્ષની વય જૂથ સુધી મર્યાદિત રાખવાની ભલામણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ ભલામણ અંતિમ મંજૂરી માટે ડીસીજીઆઈને મોકલવામાં આવી હતી.

9 ફેબ્રુઆરીએ ડીસીજીઆઈને મોકલવામાં આવેલી અરજીમાં, બાયોલોજિકલ ઇ લિમિટેડના ગુણવત્તા અને નિયમનકારી બાબતોના વડા શ્રીનિવાસ કોસારાજુએ જણાવ્યું હતું કે કંપનીને પાંચથી 18 વર્ષની વય જૂથમાં કોર્બેવેક્સના બીજા-III તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news