શું ચીનને પરત કરવામાં આવશે PPE કીટ? સ્વાસ્થય મંત્રીએ આપ્યો સ્પષ્ટ જવાબ

મોદી સરકાર (Modi Government) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીન અથવા અન્ય દેશમાંથી આવેલી ખરાબ PPE ખીટની ખેપ પરત આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્દ (DR. Harsh Vardhan) એ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યોનાં સ્વાસ્થયમંત્રીઓ સાથે એક બેઠક કરી હતી. આ બેઠમકાં જ તેમણે આ અંગે માહિતી આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થય રાજ્ય મંત્રી અશ્વિની ચોબે પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ હજી સુધી ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું નથી.
શું ચીનને પરત કરવામાં આવશે PPE કીટ? સ્વાસ્થય મંત્રીએ આપ્યો સ્પષ્ટ જવાબ

નવી દિલ્હી : મોદી સરકાર (Modi Government) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીન અથવા અન્ય દેશમાંથી આવેલી ખરાબ PPE ખીટની ખેપ પરત આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્દ (DR. Harsh Vardhan) એ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યોનાં સ્વાસ્થયમંત્રીઓ સાથે એક બેઠક કરી હતી. આ બેઠમકાં જ તેમણે આ અંગે માહિતી આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થય રાજ્ય મંત્રી અશ્વિની ચોબે પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ હજી સુધી ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું નથી.

 કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, કિટની ચુકવણી હજી સુધી કરવામાં આવી નથી. જે પણ કિટ છે જ્યાંથી પણ આવી છે, પછી તે ચીનથી હોય કે અન્ય કોઇ પણ દેશમાંથી તેમને પરત મોકલવામાં આવશે. હજી સુધી આપણે આ કિટની ચુકવણી કરી નથી. સ્વાસ્થય મંત્રીએ કહ્યું કે, વિશ્વ સ્વાસ્થય સંગઠનનું કહેવું છે કે, રિસર્ચ ઉદ્દેશ્યથી આ ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પરંતુ આ માહિતીને તેઓ ઇશ્યું કરવાના છે.  આઇસીએમઆરની ગાઇડ લાઇન આવ્યા બાદ જ તેઓ આગળ વધે.

તેમણે કહ્યું કે, ત્રણ કે ચાર મહિના આ વાયરસનું આયુષ્ય છે. જ્યારથી આ અંગે માહિતી મળી છે તેની વિરુદ્ધ એન્ટીબોડિઝ બને છે, એન્ટીબોડીઝ ટેસ્ટને અનેક દેશો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે લોકો અનેક પ્રકારની કિટ્સ ઉપલબ્ધ કરાવી. આ ટેસ્ટને કરવું જ્યારે સૌથી ચાલુ કરવામાં આવી તો ફિડબેક મળે. ક્યાંક 5 ટકા ક્યાંક 71 ટકા, ક્યાંક 30 ટકા જેટલી સફળતાની વાત સામે આવી છે. ત્યાર બાદ અમે તેને સંજ્ઞાનમાં લઇને તેને અટકાવવા માટે જણાવ્યું. આઇસીએમઆર આઘળી રણનીતિ અંગે દેશને જણાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news