Door to Door Ration Scheme: કેજરીવાલની ડ્રીમ યોજના 'ઘર-ઘર રાશન' પર કેન્દ્રે લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ

કેન્દ્ર સરકારે અરવિંદ કેજરીવાલ સરકારની ઘર ઘર રાશન યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રનું કહેવું છે કે યોજના બનાવતા પહેલા તેની મંજૂરી લેવામાં આવી નથી.
 

Door to Door Ration Scheme: કેજરીવાલની ડ્રીમ યોજના 'ઘર-ઘર રાશન' પર કેન્દ્રે લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેજરીવાલ સરકારની ઘર ઘર રાશન યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રનું કહેવું છે કે યોજના બનાવતા પહેલા તેની મંજૂરી લેવામાં આવી નથી. તેથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. 

72 લાખ લોકોને ઘરે બેઠા રાશન?
મહત્વનું છે કે કેજરીવાલ સરકારે દિલ્હીમાં 72 લાખ લોકોને ઘર સુધી રાશન (Door to Door Ration Scheme) પહોંચાડવા માટે યોજના બનાવી હતી. આ યોજના એક સપ્તાહ બાદ લાગૂ થવાની હતી. તે માટે દિલ્હી સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. આ પહેલા કેન્દ્ર સરકારે યોજનાનો રોકવા માટે આદેશ જારી કર્યો હતો. તેના પર આમ આદમી પાર્ટી  (AAP) ગુસ્સે થઈ છે. 

આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યા સવાલ
આમ આદમી પાર્ટી  (AAP) એ ટ્વીટ કરીને કહ્યું કે- પ્રધાનમંત્રી જી, આખરે તમારી રાશન માફિયાની સાથે શું સાંઠ-ગાંઠ છે? જેથી તમે કેજરીવાલ સરકારની ઘર ઘર રાશન યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

आखिर आपकी 'राशन माफिया' के साथ ऐसी क्या सांठ-गांठ है? जो आपने केजरीवाल सरकार की 'घर घर राशन योजना' पर रोक लगा दी है? #ModiProtectsRationMafia

— AAP (@AamAadmiParty) June 5, 2021

પહેલા પણ કેન્દ્રએ વ્યક્ત કર્યો હતો વિરોધ
મહત્વનું છે કે દિલ્હીના લોકોને રાશન માફિયાથી બચાવવા અને ઘરે બેઠા બધો સામાન પહોંચાડવા (Door to Door Ration Scheme) માટે કેજરીવાલ સરકારે આ યોજના તૈયાર કરી હતી. પહેલા આ સ્કીમનું નામ 'મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના' રાખવામાં આવ્યું હતું, પરંતુ તેના પર કેન્દ્રએ વિરોધ નોંધાવ્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે કેન્દ્રને યોજનાના નામ પર વિરોધ છે અને કહ્યુ કે, તેનું નામ  'મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના' ન રાખો. 

હવે કેન્દ્રએ આપ્યો આ તર્ક
ત્યારબાદ કેજરીવાલ સરકારે સ્કીમ (Door to Door Ration Scheme) નું કોઈ નામ રાખ્યા વગર તેને શરૂ કરવાની ફાઇલ એલજી ઓફિસ મોકલી હતી. ત્યાંથી આ ફાઇલ કેન્દ્રને મોકલવામાં આવી. આ દરમિયાન કેજરીવાલ સરકારે પોતાની તૈયારી શરૂ કરી હતી. આમ આદમી પાર્ટીની ડ્રીમ સ્કીમના રૂપમાં ચર્ચિત આ યોજના આગામી સપ્તાહે શરૂ થવાની હતી. આ પહેલા કેન્દ્રએ તેના પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્રએ હવે તર્ક આપ્યો કે યોજના બનાવવા પહેલા તેની મંજૂરી લેવામાં આવી નથી. તેથી તેને શરૂ કરી શકાય નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news