કોંગ્રેસના નેતાએ PM મોદીના પિતા વિશે આપ્યું વિવાદિત નિવેદન, વાઈરલ થયો VIDEO
કોંગ્રેસી નેતા રાજ બબ્બર દ્વારા પીએમ મોદીના માતા અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ વધુ એક કોંગ્રેસ નેતાએ પીએમ મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે.
Trending Photos
અમદાવાદ: કોંગ્રેસી નેતા રાજ બબ્બર દ્વારા પીએમ મોદીના માતા અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ વધુ એક કોંગ્રેસ નેતાએ પીએમ મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. આ કોંગ્રેસ નેતાએ પીએમ મોદીના પિતા વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપ્યું છે. રાજસ્થાનમાં હાલ એક આ કોંગ્રેસ નેતાનો વીડિયો વાઇરલ થયો છે.
વાઈરલ વીડિયોમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસ નેતા વિલાસરાવ મુત્તેમવાર પીએમ મોદી અને તેમના પિતા પર વિવાદિત નિવેદન આપી રહ્યા છે. બાડમેરના સિવાનામાં ચૂંટણી સભાને સંબોધતા વિલાસરાવે કહ્યું કે 'રાહુલ ગાંધીના માતા-પિતા, દાદી સહિત ચાર પેઢીને લોકો જાણે છે, પરંતુ નરેન્દ્ર મોદીના પિતાનું નામ કોઇને ખબર નથી. વિલાસરાવનો આ વીડિયો ભાજપે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે અને વિલાસરાવના આ નિવેદનની નિંદા કરી છે.
શું કહ્યું હતું રાજ બબ્બરે?
કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ઈન્દોરમાં ગુરુવારે એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે રેલી દરમિયાન દેશમાં ગગડી રહેલા રૂપિયા મામલે વડાપ્રધાન પર કટાક્ષ કર્યો. તેમણે વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું કે 'જ્યારે તેઓ (પીએમ મોદી) કહેતા હતા કે ડોલર સામે રૂપિયો કેટલો ગગડ્યો, તેઓ તે સમયના પીએમની ઉંમર બતાવીને કહેતા હતાં કે તેમની ઉમર સમીપ જઈ રહ્યો છે. પહેલા તો રૂપિયો વડાપ્રધાનની ઉંમરથી પણ નીચે ગગડ્યો અને હવે તો વડાપ્રધાનના પૂજનીય માતાજીની ઉંમરથી પણ નીચે ગગડી ગયો છે.'
અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ મુદ્દે ભાજપની નીયત પર સવાલ ઉઠાવતા વરિષ્ઠ નેતા રાજ બબ્બરે ગુરુવારે એવો પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી આવતા જ ભાજપ તેના નામ પર મતદારોને ઠગવાની કોશિશ શરૂ કરી દે છે. અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બરે કહ્યું કે "ભાજપે ભગવાન રામને ક્યારેય આસ્થાની નજરે જોયા નથી. જ્યારે ક્યાંય પણ ચૂંટણી હોય છે ત્યારે ભાજપ રામ નામનો કટોરો લઈને ફરવાનું શરૂ કરી દે છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે