Delhi: રાહતના સમાચાર, વીકેન્ડ કરફ્યૂ હટાવવામાં આવ્યો, ઓડ-ઈવન પર ખતમ, જાણો હવે શું ખુલ્લું રહેશે અને શું બંધ
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ઘટતા કેસને જોતા વીકેન્ડ કરફ્યૂ(Weekend Curfew in Delhi) અને દુકાનો પર લાગેલા ઓડ ઈવન નિયમ પણ હટાવી દેવાયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ઘટતા કેસને જોતા વીકેન્ડ કરફ્યૂ(Weekend Curfew in Delhi) અને દુકાનો પર લાગેલા ઓડ ઈવન નિયમ પણ હટાવી દેવાયા છે. DDMA ની આજે થયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા. બેઠક બાદ વીકેન્ડ કરફ્યૂ ખતમ કરી દેવાયો છે. પરંતુ નાઈટ કરફ્યૂ હજુ પણ ચાલુ રહેશે.
લગ્ન સમારોહ પર પ્રતિબંધો ઘટ્યા
DDMA ની બેઠકમાં આ સાથે જ લગ્ન સમારોહ ઉપર પણ પ્રતિબંધો ઘટાડવામાં આવ્યા છે અને વધુમાં વધુ 200 મહેમાનોને સામેલ કરવાની મંજૂરી અપાઈ છે. જો કે સમારોહ સ્થળ પર વધુમાં વધુ 200 કે ક્ષમતાના 50 ટકા લોકો જ સામેલ થઈ શકશે.
રેસ્ટોરા, બાર અને સિનેમા હોલ પણ ખુલશે
બેઠકમાં રેસ્ટોરા, પબ અને બાર ઉપરાંત સિનેમા હોલને પણ ખોલવાની મંજૂરી અપાઈ છે. જો કે બાર, રેસ્ટોરા અને સિનેમા હોલમાં 50 ટકા ક્ષમતાની જ મંજૂરી રહેશે.
શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે
DDMA ની બેઠકમાં દિલ્હીની સરકારી ઓફિસો 50 ટકા ક્ષમતા સાથે ખોલવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ હજુ પણ બંધ રહેશે. શાળાઓ ખોલવા પર નિર્ણય આગામી બેઠકમાં લેવાઈ શકે છે.
દિલ્હી સરકારે એક સપ્તાહ પહેલા આપ્યો હતો પ્રસ્તાવ
દિલ્હી સરકારે એક સપ્તાહ પહેલા દિલ્હીમાં લાગેલા પ્રતિબંધોમાં છૂટ આપવાની ભલામણ કરી હતી. પરંતુ રાજ્યપાલ અનિલ બૈજલે તેને માનવાની ના પાડી હતી. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દિલ્હીમાં વીકેન્ડ કરફ્યૂ હટાવવાના પક્ષમાં નહતા અને કહ્યું હતું કે કોવિડ-19ની સ્થિતિમાં હજુ વધુ સુધારો ન થાય ત્યાં સુધી યથાસ્થિતિ જળવાઈ રહેવી જોઈએ. એલજીએ ફાઈલના નોટિંગમાં કહ્યું હતું કે હાલ વીકેન્ડ કરફ્યૂ હટાવવો જોઈએ નહીં અને કોવિડ-19ની સ્થિતિમાં સુધારો થયા બાદ આ વિષય પર અંતિમ નિર્ણય DDMA ની બેઠકમાં થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે