દિલ્હી હિંસા: બુરખો પહેરી પોલીસ પર હુમલો કરનારી મહિલાઓની થઇ ઓળખ, રેડ યથાવત

ઉત્તરી પૂર્વી દિલ્હીમાં 24 ફેબ્રુઆરીના રોજ થયેલી હિંસામાં ડીસીપી શાહદરા અમિત શર્માને પથ્થરબાજી દરમિયાન ઇજા પહોંચી હતી. તેમણે મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા જ્યાં તેમની હાલત ગંભીર હતી. 

દિલ્હી હિંસા: બુરખો પહેરી પોલીસ પર હુમલો કરનારી મહિલાઓની થઇ ઓળખ, રેડ યથાવત

નવી દિલ્હી: ઉત્તર પૂર્વી દિલ્હી હિંસા (Delhi Violence) કેસમાં પોલીસના હાથમાં મોટી સફળતા લાગી છે. ચાંદ બાગ (Chand Bagh) વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ રત્ન લાલ મર્ડર કેસ, DCP અમિત શર્મા અને એસીપી અનુજ કુમાર પર હુમલામાં સામેલ 6 મહિલાઓની ક્રાઇમ બ્રાંચ SIT એ ઓળખ કરી લીધી છે. હવે આ મહિલાઓને જલદી જ કસ્ટડીમાંલઇને તેમની પૂછપરછ કરવામાં આવશે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ બાદ તેમની ધરપકડ પણ સંભવ છે.

સમાચાર છે કે એસઆઇટીને મહિલાઓની વિરૂદ્ધ મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે જેને લઇને મહિલાઓના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે લગભગ 70 થી 80 મહિલાઓ ચાંદ બાગ વિસ્તારમાં ઘટનાના સમયે જોવા મળી છે. જેમાં મોટાભાગની મહિલાઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. 

મોટાભાગની મહિલાઓએ બુરખો પહેર્યો હતો. એટલા માટે તેમને પકડવું પોલીસ માટે મુશ્કેલ થઇ રહી છે. પરંતુ ઘટનાસ્થળેથી મળેલા વીડિયો ફૂટેજ અને સર્વિલાન્સ દ્વારા 6 મહિલાઓની ઓળખ કરી લેવામાં આવી છે. જેને લઇને પોલીસ જલદી જ ખુલાસો કરી શકે છે. 

24 ફેબ્રુઆરીના રોજ તે દિવસે જ્યારે ઉપદ્વવીઓએ મચાવ્યો તાંડવ
ઉત્તરી પૂર્વી દિલ્હીમાં 24 ફેબ્રુઆરીના રોજ થયેલી હિંસામાં ડીસીપી શાહદરા અમિત શર્માને પથ્થરબાજી દરમિયાન ઇજા પહોંચી હતી. તેમણે મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા જ્યાં તેમની હાલત ગંભીર હતી. 

ડીસીપી શહાદરા પોતાની ફોર્સ સાથે નોર્થ ઇસ્ટ જિલ્લાના દયાલપુર પોલીસ મથક વિસ્તારના ચાંદ બાગમાં ડ્યૂટી પર હાજર હતા. ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો અને તેમની ગાડીમાં આગ લગાવવામાં આવી. તે પથ્થરમારામાં ડીસીપી શાહદરા અમિત શર્માને પથ્થર લાગ્યા જેના લીધે તેમને બીજી સરકારી ગાડી વડે મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં તેમની ન્યૂરો સર્જરી પણ કરવામાં આવી. તેમના બ્રેનમાં ક્લોટિંગ થઇ ગઇ હતી. 

તે સમયે ઘટનાસ્થળ પર હાજર પોલીસ ફોર્સે પોતાના વાયરલેસ સેટ પરથી પોલીસ કંટ્રોલ રૂમની જાણકારી આપી, 'ડીસીપીની ગાડીમાં ચાંદ બાગ મજારની પાસે આગ લગાવી છે.' આ દિવસે થયેલી હિંસામાં એસીપી અનુજ કુમાર પણ હિંસાનો શિકાર થયા. તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી. આ દિવસે હેડ કોન્સ્ટેબલ રતન લાલ પણ દંગાઇઓને શાં કરાવવાનો પ્રયત્નમાં શહીદ થઇ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news