આ શરતે 21 સપ્ટેમ્બરથી સ્કૂલ જઇ શકશે દિલ્હીના વિદ્યાર્થીઓ
રાજધાની દિલ્હી (Delhi) માં તમામ વિદ્યાર્થી માટે સ્કૂલ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. દિલ્હી સરકારે શુક્રવારે સર્કુલર જાહેર કરી આ વાતની જાણકારી આપી. સરકારે અનલોક-4 (Unlock-4) ને ધ્યાનમાં રાખતાં શુક્રવારે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં તમામ વિદ્યાર્થી માટે સ્કૂલ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. દિલ્હી સરકારે શુક્રવારે સર્કુલર જાહેર કરી આ વાતની જાણકારી આપી. સરકારે અનલોક-4 (Unlock-4) ને ધ્યાનમાં રાખતાં શુક્રવારે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના વધતા જતા કેસને જોતાં 20 સપ્ટેમ્બર પહેલાં કોઇપણ વિદ્યાર્થીને સ્કૂલ બોલાવવામાં આવશે નહી. સાથે જ ધોરણ 9-12ના વિદ્યાર્થી માતા-પિતાની પરવાનગી બાદ અથવા સ્વેચ્છાએ 21 સપ્ટેમ્બરથી સ્કૂલ જઇ શકે છે.
દિલ્હી સરકારે કહ્યું કે '21 સપ્ટેમ્બરના રોજ કન્ટેનમેન્ટ ઝોન બહાર રહેનાર ધોરણ 9-12ના વિદ્યાર્થી માતા-પિતા/વાલીઓની લેખિત સહમતિ સાથે સ્કૂલ જઇ શકે છે. તેના માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે. જેનું પાલન સ્કૂલો દ્વારા કરવામાં આવશે.
સરકારે એ પણ નિર્દેશ આપ્યા છે કે રાજધાનીમાં ઓનલાઇન અથવા ડિસ્ટેન્સ લર્નિંગની અનુમતિ જાહેર કરશે.
All schools to continue to remain closed till September 30. Students of classes 9 to 12 may be permitted to visit their schools, in areas outside containment zones only, on a voluntary basis, for taking guidance from their teachers: Delhi Government pic.twitter.com/ZvaEFnE9ax
— ANI (@ANI) September 4, 2020
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (HRD) એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પરિપત્ર જાહેર કરી માતા-પિતા પાસે તેમની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે